Patidar Vs Patidar On Amreli Seat : અમરેલી લોકસભા સીટ પર બે લેઉવા પાટીદાર વચ્ચે રસાકસીનો જંગ છે. ભાજપના ભરત સુતરીયા અને કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને છે. અમરેલી બેઠક પરથી કોંગ્રેસે શિક્ષિત, લડાયક, પાટીદાર યુવા મહિલા ચહેરા તરીકે જેની ઠુમ્મરની કરી પસંદગી છે. અમરેલીમાં બરાબરની કાંટે કી ટક્કર છે. અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમર સાથે ઝી 24 કલાકે ખાસ વાત કરી. જેની ઠુંમર કયા મુદ્દાને લઈને પ્રચાર કરી રહ્યા છે લોકોનો જનસંપર્ક કેવો છે તે જાણવાનો પ્રયાસ કર્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેનીબેનને રાજકારણ વારસામાં મળ્યું
જેનીબેન ઠુમ્મરને રાજકારણ વારસામાં મળ્યું છે. લોકસભાના અમરેલી જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરના પિતા વિલજીભાઈ ઠુંમર અમરેલી જિલ્લામાં લોકસભા અને વિધાનસભા લડી ચૂક્યા છે. ત્યારબાદ જેની ઠુંમરના માતા પણ એક વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. માતા અને પિતાને જોઈને જ જેનીબેને રાજકારણમાં એન્ટ્રી કરીને લોકસભાની ટિકિટ સુધીની સફર પાર પાડી પાડી છે.


રાજપૂતોએ તલવાર તાણી : હવે પાટીદારવાળી કરશે,19 મીએ દેશભરમાં આંદોલન કરવાનું અલ્ટીમેટમ


જેની ઠુમ્મરની રાજકીય કારકિર્દી
જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને જેની ઠુંમર અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા. વર્ષ 2017 ની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પાંચ બેઠકો ઉપર કોંગ્રેસનો જવલંત વિજય થયો હતો. અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક કોંગ્રેસ જીત્યું હતું. બાબરા લાઠીના વિધાનસભામાં વિરજીભાઈ ઠુંમર જીત્યા હતા અને જિલ્લા પંચાયતમાં જેની ઠુંમર જીત્યા હતા. અઢી વર્ષ જેનીબેને જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. ત્યારે 2024 ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ તરફથી જેની ઠુંમરની કામગીરીની પક્ષે નોંધી લીધી અને લોકસભાની ટિકિટ આપી. હાલ જેનીબેન સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રચાર કરી રહ્યા છે.


ક્ષત્રિય સંમેલન પૂરુ થતા ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે કલાકો નજરકેદમાં રાખી


જેની ઠુમ્મરે ધાનાણીને રક્ત તિલક કર્યું
અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓની મીટીંગ મળી હતી. જેમાં પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી નામ જાહેર થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ પ્રસંગે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યુ હતું. તેમણે સેપ્ટીપીનથી રક્ત કાઢીને પરેશ ધાનાણીને તિલક કર્યુ હતું. સાથે જ રાજકોટ બેઠક ઉપર પરેશ ધાનાણી નો વિજય થાય તે માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 


અમરેલીમાં કાછડિયાની ટિકિટ કાપી ભાજપ ફસાયો
અમરેલીમાં ત્રણ ટર્મથી ચૂંટાતા નારણ કાછડિયાની ટિકિટ કાપીને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાને ટિકિટ આપવુ ભાજપને ભારે પડ્યું છે. રાજકોટની બેઠકની જેમ અહી પણ ભાજપમાં ઉમેદવાર જાહેર થતા જ ભડકો જોવા મળ્યો હતો. લેઉવા પાટીદારોનો ગઢ ગણાતીઆ બેઠક પર બંને પક્ષોએ લેઉવા પાટીદારને જ ટિકિટ આપી છે. પરંતું અમરેલીમાં ભાજપનો આંતરિક ખટરાગ ચરમસીમાએ છે. ભરત સુતરિયાના વિરોધને મોદી લહેર જ ટાળી શકે છે. નહિ તો અહી કોંગ્રેસનું પલડું ભારે ગણી શકાય છે. 


ગુજરાતમાં આજે વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતક