ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખી

Remove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત  
 

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખી

Gujarat Politics : રાજકોટમાં ભરાયેલા ક્ષત્રિયોના મહાદરબારમાં ભાજપને નવી ચેલેન્જ આપવામાં આવી. આ મહા દરબારમાં 19મી સુધીનું અલ્ટિમેટમ અપાયુ છે. 50 હજારની પરમિશન, અને અઢી લોકોના આવવાની શક્યતા વચ્ચે લગભગ 4 લાખ જેટલી જનમેક્ષત્રિય સંમેલનમાં ઉમટી હતી. આ મહાસંમેલનમાં પહોંચતા પહેલા કેટલાક ક્ષત્રિયોને નજરકેદ કરાયા હતા. રાજસ્થાનથી રાજકોટ જતાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પૂર્વ અધ્યક્ષના પત્ની સહિત 4ની અટકાયત કરવામાં આવી હતી. શીલા ગોગામેડીને અરવલ્લી પોલીસે ક્ષત્રિયોના સંમેલન સુધી નજરકેદ કરી હતી, અને સંમેલન પૂરુ થતા જ મુક્ત કરાઈ હતી. આમ, શીલા ગોગામેડી વહેલી સવારથી સાંજ સુધી પોલીસની નજરકેદમાં રહ્યા હતા. 

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા જ અટકાયત કરાઈ હતી
રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા રાજસ્થાનથી પણ લોકો આવી પહોંચ્યા હતા. ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. રાજસ્થાનથી અરવલ્લી થઈને ગુજરાત પ્રવેશતા શિલાદેવી સુખદેવ સિંહ ગોગામેડીને પોલીસે નજરકેદ કરાઈ હતી. જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે શિલાદેવી સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી. શિલાદેવી મૃતક સુખદેવ સિંહ ઘાઘામેડીના પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદમાં મૂકવામાં આવી હતી.  

પોલીસે અમને દબાવવા જેલમાં નાંખ્યા 
શીલાદેવી ગોગામેડી સહિતા ચાર લોકો વહેલી પરોઢ થી સાંજ સુધી પોલીસની નજરકેદમાં હતા. તેમને રાજકોટમાં મહા સંમેલન પૂર્ણ થયા બાદ મુક્ત કરાયા હતા. શીલા ગોગામેડીએ મુક્ત થયા બાદ નિવેદન આપતા કહ્યું કે, પોલીસે અમને દબાવવા જેલમાં નાંખી દીધા હતા. જો રૂપાલા ને જ ઉમેદવાર તરીકે ચાલુ રાખશે તો અમે ઉમેદવારીપત્ર નહીં ભરવા દઈએ. 

રાજપૂત મહિલા આગેવાનો પણ નજર કેદ હતી
આંદોલનમાં આવતા 5 ક્ષત્રિય મહિલા આગેવાનોને રોકવામાં આવી હતી. ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલા, અસ્મિતાબા ઝાલા, જાગૃતિબા રાઠોડ અને ચેતનાબા જાડેજાને પોલીસે અટકાવી હતી. મહિલા ક્ષત્રિય આગેવાનોએ પોલીસે નજરકેદ કર્યા હોવાના આરોપ લગાવ્યા હતો. પોલીસે સંમેલનમાં ન જવા સૂચના આપી હોવાનું તેઓએ જણાવ્યું.

ક્ષત્રિયોનું અલ્ટીમેટમ
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું તેમાં ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. મેદાન ટૂંકું પડ્યું હતું. ત્રણ લાખ લોકો જ પ્રવેશી શક્યા હતા. જ્યારે એક લાખથી વધુ લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. જે ક્ષત્રિયો સંમેલન સ્થળે પહોંચી ન શક્યા તેમની આયોજકોએ માફી પણ માગી હતી. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનનું આયોજન કર્યું હતું. ગુજરાતભરમાંથી કેટલાક રાજવીઓ ઉપરાંત ભાયાતો અને ગામધણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ સંસ્થાઓના આગેવાનોએ પણ સભા ગજવી હતી અને સૌનો એક જ મત રહ્યો હતો કે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news