આ તે કેવું! છેલ્લા 10 દિવસથી ગુજરાતના આ જિલ્લામાં અષાઢી જેવો માહોલ, વરસાદ જ બંધ થતો નથી!
ખેતરમાં ઊભેલો કપાસ, મગફળી છેલ્લા દસ દિવસના વરસાદથી પાણી લાગી ગયું ખેતરોમાં પાણી પણ ભર્યા છે, ત્યારે મગફળીની વાત કરવામાં આવે તો મગફળીના પાથરા ઉપર છેલ્લા દસ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે કેટલીક મગફળી ઉગી ગઈ છે.
કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા દસ દિવસથી આસો માસમાં અષાઢી જેવો માહોલ છે. પડી રહેલા વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. જિલ્લામાં મોટા ભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ આવતા કપાસ, મગફળી, ડુંગળી સહિતના પાકને નુકશાન થયું છે.
વરસાદે તો ખેડૂતોની દિવાળી બગાડી, પણ આ રીતે ગુજરાતમાં ખેડૂતોની દિવાળી સુધારવા માંગ!
અમરેલી જિલ્લામા સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોનો ખેતરમાં ઊભેલો પાક નુકસાનકારક થયુ છે ત્યારે Zee 24 kalak ની ટીમે આ વિસ્તારના ખેડૂતો સાથે ખેતરમાં જઈ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ કર્યો. ખેતરમાં ઊભેલો કપાસ, મગફળી છેલ્લા દસ દિવસના વરસાદથી પાણી લાગી ગયું ખેતરોમાં પાણી પણ ભર્યા છે, ત્યારે મગફળીની વાત કરવામાં આવે તો મગફળીના પાથરા ઉપર છેલ્લા દસ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે કેટલીક મગફળી ઉગી ગઈ છે.
પીધેલાઓની પાર્ટીમાં પહોંચી પોલીસ! સુરતમાં ચાલુ પાર્ટીમાંથી સ્પા ગર્લ સહિત 14 ઝડપાયા
મગફળીના છોડમાંથી મગફળી છૂટી પડી ગઈ છે અને ચારોલુ બગડી ગયું છે. આ મગફળી એપીએમસીમાં વેચવા જઈએ તો પૂરો ભાવ ન મળે તેવી સ્થિતિમાં ખેડૂતો મુકાયા છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે વેદના વ્યક્ત કરી છે કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારનું સર્વે કરી વળતર મળે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.
100થી 120 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, તબાહી મચાવશે દાના, ઉડાડી દેશે છાપરા