અમરેલીમાં સિંહ પરિવારનો અદભૂત Video વાયરલ, ગઈકાલે ગીરમાં સિંહબાળોએ કરી હતી ખાટલા પરિષદ
ગીરના વડાલ ગ્રામ્ય વિસ્તારમાં સિંહબાળો વાડીનુ રખોપુ કરતા હોય તેવી રીતે ખાટલા ઉપર બેસી ગયાનો ફોટો વાયરલ થયો હતો. તેવામાં આજે અમેરિલી જિલ્લામાં ફરી એકવાર સિંહ પરિવારનો અદભૂત વીડિયો સામે આવ્યો છે.
કેતન બગડા/ અમરેલી: ગીરના જંગલ અને તેની આસપાસ સિંહબાળોની ધિંગામસ્તી અને ઉછળકૂદના દૃશ્યો વારંવાર જોવા મળતા હોય છે. હજુ ગઈકાલે (શનિવારે) ગીરના વડાલ ગ્રામ્ય વિસ્તારમાં સિંહબાળો વાડીનુ રખોપુ કરતા હોય તેવી રીતે ખાટલા ઉપર બેસી ગયાનો ફોટો વાયરલ થયો હતો. તેવામાં આજે અમેરિલી જિલ્લામાં ફરી એકવાર સિંહ પરિવારનો અદભૂત વીડિયો સામે આવ્યો છે.
અમરેલી જિલ્લામાં સિંહ પરિવારનો અદભૂત વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરસ થઈ રહ્યો છે. ખાંભા નજીક રાત્રિના સમયે એકી સાથે 17 સિંહ રોડ પર આવી ચડ્યા હતા. પીપળવાથી ચતૂરી ગામ વચ્ચે રોડ પર એકી સાથે 17 સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરસ થયો છે. સિંહ પરિવાર શિકારની શોધમાં આવી ચડયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે વાહન ચાલકોએ 17 સિંહ પરિવારનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તાર નજીક અવાર નવાર સિંહ પરિવારો રોડ પર લટાર મારતા જોવા મળે છે.
ગીરમાં ખાટલા પર એકસાથે 4 સિંહ બાળ આરામ ફરમાવતા જોવા મળ્યાં
આપણે ત્યાં ગુજરાતમાં કહેવત છે કે સિંહ પછી ગમે ત્યાં બેસે તેને ત્યાં સિંહાસન જ લાગે.. ગીરમાં સિંહબાળોની ખાટલા પરિષદનો વીડિયો શનિવારે ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. એટલે કહેવાય છે ને કે રજવાડુ હૃદયમાં હોવું જોઈએ. તમને જણાવી દઈએ કે ગીરના વડાલ ગ્રામ્ય વિસ્તારમાં સિંહબાળો વાડીનુ રખોપુ કરતા હોય તેવી રીતે ખાટલા ઉપર બેસી ગયાનો ફોટો વાયરલ થયો હતો. સિંહબાળમાંથી જંગલના રાજા બનવા સુધીની તેની સફર બહું રસપ્રદ છે.
સિંહબાળ જન્મે ત્યારે તેનું વજન 1થી 5 કિલોગ્રામનું હોય છે. તેની આંખોને ખૂલતા 3થી 11 દિવસ લાગે છે, 10 માસ સુધીમાં તે વાતાવરણ સાથે અનુકુળ થઈ જાય છે. માતા-પિતા તેને 1 વર્ષથી જ શિકાર માટે કેળવવા માંડે છે, બેથી ત્રણ વર્ષના પાઠડાને શિકાર કરતા આવડી જાય છે. ચારથી પાંચ વર્ષે તે પૂખ્ત બની જાય છે. મનૂષ્ય જાતિમાં બાળક કિન્ડરગાર્ટનમાં જાય ત્યારે સિંહબાળ શિકાર કરવા માંડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube