કેતન બગડા/અમરેલી: લોકસભા ચૂંટણીને લઇને રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે અમરેલીના દામનગરની ભુરખિયા ચોકડી પાસેથી ચૂંટણી સર્વેલન્સની ફ્લાઈંગ સ્કોર્ડની ટીમે એક કારમાં 50 લાખની રોકડ ઝડપી પાડી છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, ચૂંટણી તંત્રના અધિકારીઓ સહિત આઇટી વિભાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે દામનગરની ભુરખિયા ચોકડી પરથી એક કારમાંથી ચૂંટણી સર્વેલન્સની ફ્લાઈંગ સ્કોડની ટીમે 50 લાખ રૂપિયા ઝડપી પાડ્યા હતા. પોલીસ સહિત અન્ય ટીમ દ્વારા કાર ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે, કે દામનગર બેંકમાંથી રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. અને આ રૂપિયા ઢસા જીનીંગ મિલના હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.


ચૂંટણી નહિ લડુ તો ગુજરાતની તમામ સીટો પર ભાજપને નુકશાન કરીશ: હાર્દિક પટેલ



અમરેલીમાંથી 50 લાખ જેટલી મોટી રકમ આચાર સંહિતા દરમિયાન ઝડપાતા રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમ પણ આ તપાસમાં જોડાયું હતું. મહત્વનું છે, કે લોકસભાની ચૂંટણી જાહેર થતા સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ પડતા જ મોટી રકમની હેરાફેરી કરવા પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. ચૂંટણી સર્વેલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.