ચૂંટણી નહિ લડુ તો ગુજરાતની તમામ સીટો પર ભાજપને નુકશાન કરીશ: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે કરવામાં આવેલી ખાસ વાતચીતમાં હાર્દિકે કહ્યું કે, હું ભાજપ સાથે જોડાયો હોત તો હું ચૂંટણી લડી શકત પરંતુ મે ભાજપ વિરૂદ્ધ ભાષણો કર્યા માટે હું ચૂંટણી માટે ઉમેદાવારી નહિ કરી શકુ, ભાજપની ચાલ છે, કે હાર્દિકને હેરાન કરવનું કામ કરી રહે છે. આઇબીના રીપોર્ટમાં હું જીતી રહ્યો હતો જેથી ભાજપ ચૂંટણી લડી શકતો નથી.   

Kuldip Barot - | Updated: Mar 30, 2019, 08:20 PM IST
ચૂંટણી નહિ લડુ તો ગુજરાતની તમામ સીટો પર ભાજપને નુકશાન કરીશ: હાર્દિક પટેલ

હિતેન વિઠલાણી/દિલ્હી: હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે કરવામાં આવેલી ખાસ વાતચીતમાં હાર્દિકે કહ્યું કે, હું ભાજપ સાથે જોડાયો હોત તો હું ચૂંટણી લડી શકત પરંતુ મે ભાજપ વિરૂદ્ધ ભાષણો કર્યા માટે હું ચૂંટણી માટે ઉમેદાવારી નહિ કરી શકુ, ભાજપની ચાલ છે, કે હાર્દિકને હેરાન કરવનું કામ કરી રહે છે. આઇબીના રીપોર્ટમાં હું જીતી રહ્યો હતો જેથી ભાજપ ચૂંટણી લડી શકતો નથી. 

હાઇકોર્ટના નિર્ણય અંગે વાત કરતા હાર્દિકે કહ્યું કે, હું હાઇકોર્ટના નિર્ણયનો આદર કરું છું. અને પાર્ટી સાથે વાતચીત કર્યા પછી સોમવાર સુધીમાં સુપ્રિમમાં જવાનો નિર્ણય કરવામાં આવશે. ભાજપ સરકારના વકીલોએ કરેલી દલીલથી ગુજરાત હાઇકોર્ટે મારા વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો છે. જે લોકો ભાજપ સરકાર સામે આવાજ ઉઠાવે છે. તેમની દબાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સુરત: 4 રાજ્યોમાં ધાડ પાડી અને ચોરી કરતી ગેંગના બે શખ્શની ધરપકડ

જો 4 એપ્રિલ સુધીમાં સુપ્રિમં કોર્ટ ચૂંટણી લડવાની મંજૂરી આપે તો પાર્ટી જ્યાંથી કહેશે તે બેઠક પરથી હું ચૂંટણી લડીશ. હાર્દિક પટેલે વિજય રૂપાણી અંગે વાત કરતા કહ્યું કે, વિજય રૂપાણી દેશના કરોડો યુવાને આતંકવાદી કહેતા શરમ આવવી જોઇએ. અમિત શાહના રોડ શોમાં રૂપિયા આપીને લોકોને બોલાવામાં આવશે.

આગામી 4 એપ્રીલ સુધીમાં જો સુપ્રિમ કોર્ટ દ્વારા કોઇ નિર્ણય લેવામાં નહિ આવેતો હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપની સરકારે મને ચૂંટણી ન લડાવીને મોટું નુકશાન થશે કારણ કે હું ચૂંટણી લડ્યો હોત તો એક જ બેઠક પર ભાજપને ન઼ડત પરંતુ હવે ગુજરાતની તમામ 26 સીટો પર હું ભાજપને નડીશ તેનું કહ્યું હતું.