• . આજના ડિજીટલ અને જાગૃત સમયમાં પણ આવા ઢોંગી તાંત્રિકો પોતાની વાંકછટાથી અને ભોળા લોકોને ફસાવી રહ્યા છે ત્યારે લોકોએ આવી ઘટનાથી હવે ચેતી જવાની જરૂર છે


કેતન બગડા/અમરેલી :અમરેલી તાલુકાના કાઠમા ગામે અંધશ્રદ્ધાને ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. ‘મૂળ રાજકોટ જિલ્લાના અને જુનાગઢના બાવા છીએ...’ એમ કહી એક ખેડૂતને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવીને છેતરપીંડી કરવામાં આવી છે. આજના ડિજીટલ અને જાગૃત સમયમાં પણ આવા ઢોંગી તાંત્રિકો પોતાની વાંકછટાથી અને ભોળા લોકોને ફસાવી રહ્યા છે ત્યારે લોકોએ આવી ઘટનાથી હવે ચેતી જવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી તાલુકાના કાઠમા ગામની આ ઘટના છે. તારીખ 15 માર્ચના રોજ બપોરના સમયે જાદવભાઈ નામના ખેડૂત પોતાની વાડીએ હતા, ત્યારે 4 શખ્સો તેમની વાડી આવી ચઢ્યા હતા. આ શખ્સોએ ખેડૂતને ચા-પાણી પીવા માટે કહ્યું હતું. ત્યારે ખેડૂતે તેમને ચા-પાણી પીવડાવ્યા હતા. ત્યારે ચારેય શખ્સોએ ખેડૂતનો મોબાઈલ નંબર માંગ્યો હતો અને તેમના પર મોટું સંકટ આવવાનું છે તેવી વાત કરી તેમને ડરાવ્યા હતા. ‘તારે 21 તોલા સોનાનો હવન કરવો પડશે ન કરીશ તો તારો પુત્ર મૃત્યુ પામશે...’ તેવું આ શખ્સોએ ખેડૂતોને કહ્યું હતું.


આ પણ વાંચો : પ્રગટાવેલી હોળી પાસે સેનેટાઈઝર લગાવીને જવાની ભૂલ ન કરતા, નહિ તો.... 


આથી જાદવ સોલંકી ગભરાઈ ગયા અને તેમની માયાવી જાળમાં આવ્યા હતા. આ શખ્સોએ ખેડૂતને 21 તોલાના રૂપિયા 2 લાખ 31 હજાર એકઠા કરી આપશે તેવું કહ્યું હતું. તેમણે કહેલી જગ્યાએ વિધિ કરવા માટે ચોટીલા સાયલા અને લીમડી જેવા ગામોમાં તેમને ફેરવી એક કાચની શીશીમાં ધૂપ આપ્યો હતો. આ ધૂપને કોઈ ઊંડા કૂવામાં દાટી દેવાની સૂચના આપી હતી. ખેડૂત પોતાના ગામ તરફ ઘરે આવી રહ્યા હતા ત્યારે આ તાંત્રિકોએ તમને ફોન કરીને કહ્યું કે આ ધૂપ ફેલ થયો છે તારે બીજો ધૂપ કરવો પડશે અને તેમા બીજા 30 તોલા સોનાનો હવન કરવો પડશે. 


આ પણ વાંચો : મોરવા હડફ પેટાચૂંટણીમાં ભાજપ આ 4 નામોમાંથી એક પર પસંદગીનો કળશ ઢોળી શકે છે 


આ વાતથી આ પુત્ર પ્રેમના જીવનની મોહમાં ફસાયેલા આ ખેડૂતને શંકા ગઈ હતી. પોતે ભયંકર રીતે ફસાયા છે તેવો તેમને અહેસાસ થયો હતો. તેમણે અમરેલી રૂરલ પોલીસમાં જઇ પોતાની આપવીતી સંભળાવી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અમરેલી પોલીસ બે શખ્સોને મુદ્દામાલ રૂપિયા સાથે પકડી લીધા છે. પકડાયેલા રતનનાથ ઉર્ફે બાલગીરી ગબાનાથ પોપટનાથ ભાટી (ઉમર વર્ષ 37) અને બબા નાથપુર કે વિજયગીરી સદાનાથ બાંભણિયા (ઉ.વ. 68) બંને ભીખ માંગવાનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે બીજા બે આરોપી તાંત્રિકની શોધખોળ હાથ ધરી છે.


આ પણ વાંચો : માસુમોના નજર સામે પિતાનું મોત, ભાઈએ નાનકડી બહેને જે રીતે સાંત્વના આપી તે જોઈ કોઈનું પણ હૈયુ પીઘળી જાય