કેતન બગડા/અમરેલી: ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત 108 એમ્બ્યુલન્સ સેવા કેટલીક વખત મહત્વપૂર્ણ કામગીરી કરતી હોવાને કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારના પછાત પરિવારો માટે મહત્વની સાબીત થય છે મોડી રાતે અમરેલી જિલ્લાના રાજુલા 108ની ટીમ અને પિપાવાવ પોર્ટ નજીક કાર્યરત એમ્બ્યુલન્સની બંને ટીમ ને ગત મોડી રાત્રી લના 10:04 અને 10:21 કલાકે એમ બન્ને એમ્બ્યુલન્સને જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામનો કેસ મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રો-રો એ 615 કરોડમાં સરકારને રોવડાવી, ગુજરાતીઓની કમાણીના પૈસા પાણીમાં


આ એ ગામ છે કે જે આખું ગામ દરિયાની વચ્ચે આવેલ છે શિયાળબેટ ટાપુ પર છે ત્યાં જવા-આવવા માટે માત્ર એક દરિયાઈ માર્ગ જ રસ્તો છે તેવામાં ત્યાંના લોકોને કોઈ ઇમરજન્સી આવે અને જો હોસ્પિટલ જવાનું થાય તો પ્રથમ લતો ત્યાં લના રહેવાસીને પેહલા બોટ મારફતે પીપાવાવ પોર્ટ જેટી પર આવવું પડે છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે મોડી રાતે 108 એમ્બ્યુલન્સને શિયાળ બેટ ગામનો કેસ મળ્યો હતો.



અદાણીના સંકટમોચક રાજીવ જૈનનું પલટાયું નસીબ, વિશ્વના ધનાઢ્યની યાદીમાં મળી એન્ટ્રી


આ કેસ મળતાની સાથે જ પિપાવાવ પોર્ટ અને રાજુલાની 108ની ટીમ તુરંત સ્થળ પર પોહોંચી અને તપાસ કરતા જાણવા મળ્યું કે બે સગર્ભા મહિલા છે જે ને બોટ દ્વાર શીયાળ બેટ થી પીપાવાવ જેટી લઈ જવામાં આવે છે ત્યારે 108 ની બન્ને ટીમ સ્થળ પર પહોંચે છે અને બે સગર્ભા મહિલાને બોટમા લઈ ને આવે છે જેથી તે સગર્ભાને 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામાં આવે પરંતુ તે સગર્ભા મહિલાને પ્રસુતિની પ્રસવ પીડા ઉપડતાં ત્યાંજ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.



ગુજરાતીઓ કેટલું જીવે? બે દાયકામાં ગુજરાતીઓના સરેરાશ આયુષ્યમાં ચાર વર્ષનો વધારો થયો


બીજી સગર્ભા મહિલા ને પણ પ્રસુતિની પ્રસવ પીડા ઉપડતા જાણવા મળ્યું કે તે સગર્ભા ને પણ તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે એમ છે જેથી એક મહિલાને દરિયામા ઊભેલી બોટમાં અને બીજા મહિલાને 108 એમ્બ્યુલન્સ મા પ્રસુતિ કરાવવાની ફરજ પડી જેથી 108 પીપાવાવ પોર્ટ ના ઇ.એમ.ટી. રાણા બાંભણિયા અને પાયલોટ પ્રશાંત જોશી અને રાજુલા 108 ના ઈ.એમ.ટી. ભરત શીયાળ કીશન જોશી એમ બન્ને 108ની ટીમ ની સૂજબુજ અને સમયસૂચકતાથી બંને સગર્ભા મહિલાઓની સામાન્ય તપાસ કરી તેના વાઇટલ અને ઑક્સિજન ચેક કરી બોટ અને એમ્બ્યુલન્સ માંજ સફળતા પૂર્વક રાત્રે 10:45 કલાકે ડિલિવરી કરાવવામાં આવી હતી


સાવધાન! અમદાવાદ સિવિલમાં બિમારીથી ઝઝૂમી રહેલા બાળકો બની રહ્યા છે આ અસુવિધાનો ભોગ


ફિઝિશિયન ડોકટર
ફીઝિશિયન ડોક્ટર સાથે 108ની ટીમ દ્વારા વાતચીત કરી તેમની સલાહ સૂચના મુજબ જરૂરી દવાઓ અને જરૂરી સારવાર આપી પ્રસૂતિ કરાવવામાં સફળતા મળી હતી ડિલિવરી બાદ તપાસ કરતા માતા અને બાળકના દરેક વાઇટલ પેરામીટર ઓક્સિજન તેમજ અપગાર જેવી દરેક તપાસ કરી અને બાળક સારી રીતે રડતું હતું. અને માતા ને ચક્કર આવતાં હતાં અને પેટમાં દુઃખાવો જેવી તકલીફ જણાય રહી હતી.



80 લાખ અમદાવાદીઓ હવે સીધા જ પોલીસની નજરમાં! તમારી એક ભૂલ તમને બનાવી શકે છે દોષિત


જેથી ઉપરી ડોક્ટરની સલાહ મુજબ જરૂરી ઈન્જેકશન અને સારવાર ચાલુ કરવામાં આવી જેથી માતા અને બાળક બંને સ્વસ્થ હતા પરંતુ ડિલિવરી બાદ તેમને હોસ્પિટલ માં દાખલ થવું જરૂરી હતું જેથી ઇ.એમ.ટી. રાણા બાંભણિયા અને પાયલોટ પ્રશાંત જોશી અને રાજુલા ટીમ ના ઈ.એમ.ટી ભરત શીયાળ તેમજ પાયલોટ કીશન જોશી દ્વારા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે સલામતી પૂર્વક દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ આવી સરાહનીય કામગિરી કરવા બદલ 108 ના પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને 108ના અમરેલી જિલ્લા અધિકારી અમાનતઅલી નકવી દ્વારા આવી પ્રશંસનીય કામગિરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.