80 લાખ અમદાવાદીઓ હવે સીધા જ પોલીસની નજરમાં! તમારી એક ભૂલ સીધા જ તમને બનાવી શકે છે દોષિત!

એટલું જ નહીં પોલીસ પણ આવા શંકાસ્પદોના ફોટા અપલોડ કરી છેલ્લા દસ દિવસની હિલચાલથી માંડીને જે તે દિવસે જો કેમેરાની નજરમાં આવ્યો હશે તો તે છેલ્લા લોકેશન સુધીની વિગતો ગણતરીની સેકન્ડમાં જ મેળવી શકશે. 

80 લાખ અમદાવાદીઓ હવે સીધા જ પોલીસની નજરમાં! તમારી એક ભૂલ સીધા જ તમને બનાવી શકે છે દોષિત!

ઝી ન્યૂઝ/અમદાવાદ: અમદાવાદીઓ હવે ચેતી જજો. હવે લોકો પર પોલીસની બાજ નજર રહેશે. સાંભળીને નવાઈ લાગીને, પરંતુ આ હકીકત છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બ્રહ્માસ્ત્ર પાઈલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જેના હેઠળ શહેરના 80 લાખ લોકો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. શહેરના તમામ વિસ્તારમાં કેમેરા લગાવવામાં આવશે. જેમાં ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે. 

અમદાવાદમાં 200 સ્થળો ઉપર હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે અને ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે. આ કેમેરા થકી જેની મદદથી શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરવામાં આવશે. આ કેમેરા જાતે જ શંકાસ્પદ વ્યક્તિ કે અગાઉથી જ અપલોડ કરાયેલા ડેટા આધારે આરોપીઓને ઓળખી કાઢશે. આ સિવાય ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે. જેને લઈ મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈનનો કોન્ટ્રાક્ટ અપાશે. 

એટલું જ નહીં પોલીસ પણ આવા શંકાસ્પદોના ફોટા અપલોડ કરી છેલ્લા દસ દિવસની હિલચાલથી માંડીને જે તે દિવસે જો કેમેરાની નજરમાં આવ્યો હશે તો તે છેલ્લા લોકેશન સુધીની વિગતો ગણતરીની સેકન્ડમાં જ મેળવી શકશે. 

ગુનાહિત પ્રવૃતિ અટકાવવા મોટો નિર્ણય
અત્યારે શહેરીકરણનો વ્યાપ વધતા ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને જ્યાં-જ્યાં વધુ પ્રમાણમાં લોકો એકત્રીત થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવા માટે CCTV કેમેરા લગાડવાનો નિર્ણય કરાયો છે.

રાજ્યોના ગુનેગારો અને ગેંગની વિગતો અપલોડ કરાશે
અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતી ગુનેગાર ગેંગની વિગતો આધારે ત્યાંના ગુનેગારોનો ફોટા સાથેનો ડેટા પણ આ સોફ્ટવેરમાં અપલોડ કરાશે. જેથી પોલીસની જાણ બહાર અમદાવાદમાં જો કોઈ ગુનેગાર ફરતો હશે તોપણ પોલીસને એલર્ટ મળી જશે. અમદાવાદમાં સફળ થતા આ પ્રોજેક્ટ ગુજરાતભરમાં પણ લાગુ કરાશે.

શહેરની 80 લાખથી વધુ વસ્તી કેમેરામાં સ્કેન કરશે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે ‘બ્રહ્માસ્ત્ર’ નામનું સોફ્ટવેર બનાવ્યું છે. આ સોફ્ટવેર ફિલ્મોમાં દર્શાવાતાં એક્શન સીન જેવી જ છે. પોલીસને શંકા જાય તે વ્યક્તિનો ફોટો કોઈ પણ એંગલથી અપલોડ કરશે કે તરત જ શહેરમાં લાગેલા 200 સ્માર્ટ કેમેરા 360 ડિગ્રી એંગલથી લાખો વ્યક્તિઓને સ્કેન કરીને ગણતરીની સેકન્ડ્સમાં જ જે તે વ્યક્તિને શોધી આપશે. 

શરત એટલી જ કે બસ તે વ્યક્તિ કેમેરા સામેથી છેલ્લા દસેક દિવસમાં પસાર થઈ હોવી જોઇએ. આ સ્માર્ટ કેમેરા રોજ રસ્તા પરથી પસાર થતા લાખો લોકોને સ્કેન કર્યા કરશે. હાલ અમદાવાદમાં લાગેલા સીસીટીવી કેમેરા ટ્રાફિક નિયમન માટેના છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news