કેતન બગડા/અમરેલી: સાધુવેશ ધારણ કરી સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈ રાહદારીઓ પાસેથી રોકડ તેમજ સોનાના દાગીનાની છેતરપિંડી કરી રહેલા મદારી ગેંગના બે ઈસમોને ઝડપી પાડી સોનાના દાગીના વાહન સહિત કુલ 6,62,140 ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાંચ ગુનાઓનો ભેદ અમરેલી એલસીબી પોલીસે ઉકેલાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી


મોઢું ઢાંકીને પોલીસ જાપતામાં ઉભેલા બે શખ્સો મદારી ગેંગના છે. જેણે તારીખ 14/7/2024 ના રોજ રાજુલા તાલુકાના ઝોલાપુર ગામના રહેવાસી કાળુભાઈ ટપુભાઈ વાઘ કે જે પોતાની વાડીએ મોટરસાયકલ લઇ જતા હતા. તેમની પાસે મજૂરોને ચૂકવવાના પૈસા હતા ત્યારે આ બંને ઈસમો પીપાવાવ જવાના રસ્તે સામે એક સફેદ કલરની કારમાં આવ્યા હતા, ગાડી ઉભી રાખી કાળુભાઈને ઉભા રાખ્યા. 


ગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયુ રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહી


જેમાં એક નાગા સાધુના વેશમાં રૂપિયા 100ની નોટ પ્રસાદી તરીકે આપી બાદમાં કાળુભાઈને પ્રસાદીની નોટના બદલામાં સામી પ્રસાદી આપવાનું કહેતા કાળુભાઈ પાસે રૂપિયા 20,000 હતા. જે આંચકીને આ નાગા સાધુના વેશમાં આવેલા ઈસમો કે જે તેમની સાથે ત્રણ અજાણ્યા ઇસમો હતા. તે પૈસા લઈને નાસી ગયા હતા. જેની ફરિયાદ કાળુભાઈ પીપાવાવ મરિન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આ હકીકત મુજબ તપાસ હાથ ધરી હતી.


'લોહીના સંબંધ પણ ક્યારેક દગો દે છે', રાજકોટમાં એક એવી ઘટના જે સાંભળીને ચોંકી જશો


અમરેલી એલસીબીએ આ મદારીગેંગને ચોક્કસ બાતમીને આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ પોલીસે આ ગેંગ દ્વારા અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારના અનડીટેક્ટ ગુનાઓ પણ કરેલા હતા. ઝડપાયેલા આરોપીની વાત કરવામાં આવે તો શાયરનાથ ઉર્ફે કટર નાથ પરમાર મદારી રહેવાસી ગણેશપુરા મદારી વાસ દહેગામ જીલ્લો ગાંધીનગર તેમજ તેમનો સાથીદાર સંજયનાથ કવરનાથ પરમાર મદારી રહેવાસી ધાંગધ્રાને ઝડપી લીધો.


1 વર્ષ બાદ સિંહ રાશિમાં બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 4 રાશિઓને થશે મહાલાભ


આ મદારી ગેંગનો મુખ્ય સૂત્રધાર સાવન ઉર્ફે સમજુનાથ પરમાર મદારી દહેગામ અને સુનીલ દીવાનનાથ ચૌહાણ મદારીવાસ રહે દેહગામને પકડવાના બાકી છે. આરોપી પાસે પકડાયેલ મુદ્દા માલની વિગત પર નજર કરીએ તો રોકડા રૂપિયા 20,000 તેમજ 2 સોનાની વીંટી એક મશીન ઘાટનો સોનાનો ચેઇન અને બીજો ગુથણી ઘાટનો સોનાની ચેઇન તેમજ android મોબાઈલ ત્રણ તથા એક મારુતિ સ્વિફ્ટ કાર સહિત ₹6,62,140 નો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે. 


કારના શોખીનો ખુશ થઈ જાઓ...કંપનીની નવી અલ્ટો લાવવાની તૈયારી, માઈલેજ જાણીને ઉછળી પડશો


આ મદારી ગેંગ પાંચ જેટલા ગુનાઓ કે જે અમદાવાદ રાણીપ અસલાલી ચાંદખેડા સહિતના વિસ્તારમાં ગુન્હા કર્યા હોવાની કબુલાત આપી છે. આ મદારી ગેંગના આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી ઉપર નજર કરીએ તો એક આરોપી જે હજુ પકડવાનો બાકી છે, તે સાવન નાગા સાધુનો વેશ ધારણ કરતો અને તેમની સાથે તેમના આ સાથીદારો સાધુવેશમાં પોતે લોકોને પ્રસાદી રૂપે 100ની નોટ આપતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા તથા સોનાના દાગીના જોવા માગીને લઈને નાસી જતા. આમ અમરેલી એલસીબીને આ મદારી ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી છે.