ગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયું રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઇ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ છે.
સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને, રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે.
20 જુલાઈ સુધીની આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે. 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. 20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 26 જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે.
મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. બંગાળના ઉપસાગરમાં 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો ગુજરાતના ભાગોમાં વરસાદીની સ્થિતિ રહેશે.
ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રને કારણે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર જળ પ્રલય જેવો વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકાને કારણે ખાસ કરીને પશુઓને મોટી માત્રામાં નુકસાની થશે.
23 થી 30 જુલાઈની વચ્ચે પણ રાજ્યમાં ભારેથી અતિભારે અવિરત વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ પડશે. દેશના ઉત્તરીય અને પૂર્વીય ભાગોમાં પણ ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અત્યાર સુધીમાં સક્રિય થયેલ સિસ્ટમો જમીન પરથી સક્રિય થઈ છે. અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં ચોમાસાની પ્રથમ ડીપ ડિપ્રેશન સિસ્ટમને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
જુલાઈના અંતમાં આવશે વરસાદ
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એન.ડી.આર.એફ.ની કુલ 10 ટીમો, એસ.ડી. આર.એફ.ની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૫ એન.ડી. આર.એફ.ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હજી આજે અને આવતી કાલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 2 દિવસમાં 24 ઈંચ વરસાદથી પોરબંદર પાણીમાં ગરકાવ થયું છે. લોકોનાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યાં છે. તો કલ્યાણપુરમાં 2 દિવસમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. આ બાજુ દ્વારકામાં એક જ દિવસમાં વરસ્યો 14 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદથી ગુજરાતના 9 સ્ટેટ હાઈવે, 174 પંચાયત હસ્તકના હાઈવે અને 26 સ્થાનિક રસ્તાઓ તૂટ્યા છે. તો રિપોર્ટ અનુસાર, આ ચોમાસામાં વરસાદથી કુલ 40 લોકોનાં મોત નિપજ્યા છે. ભારે વરસાદના પગલે શુક્રવારે ગુજરાતભરમાં 45 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 398 વ્યક્તિઓને સલામત સ્થળે સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતના 13 ડેમ હાઈઅલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
Trending Photos