Amreli: સાવરકુંડલાના ધાર ગામે આર્થિક સંકટને કારણે માતા-પુત્રીએ કરી આત્મહત્યા, ખેડૂત પરિવારમાં શોકનો માહોલ
કોરોના સંકટ અને બાદમાં આવેલા વાવાઝોડાને કારણે નુકસાની સહન કરી રહેલા ખેડૂત પરિવારમાં માતા-પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે.
કેતન બગડા, અમરેલીઃ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધાર ગામે ખેડૂત પરિવારમાં આર્થિક સંકડામણને કારણે માતા-પુત્રીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. દીકરીના લગ્નનો પ્રસંગ નજીક આવી રહ્યો હતો, પરંતુ પરિવારની સ્થિતિ નબળી હોવાને કારણે માતા-પુત્રીએ આત્મહત્યા કરી લેતા ધાર ગામમાં ચકચાર મચી ગયો છે. માતા-પુત્રીની આત્મહત્યા બાદ સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલા તાલુકાના ધાર ગામે ખેડૂત પરિવારમાં આર્થિક સંકડામણને કારણે માતા-પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. ધાર ગામમાં રહેતા હંસાબેન ખીચડિયા (ઉંમર 52 વર્ષ) અને તેમના પુત્રી (ભૂમિકા ખીચડિયા (ઉંમર વર્ષ 22) એ આજે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ સ્થળ પર દોળી આવ્યા હતા. બંને માતા-પુત્રીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ખેડૂત પરિવારના 2 લોકો દ્વારા આ પ્રકારે આર્થિક સંકડામણના કારણે પગલુ ભરી લેતા નાનકડા ધાર ગામમાં ભારે શોક છવાયો છે.
આ પણ વાંચોઃ ડબલ મર્ડરથી કંપી ઉઠ્યું બોટાદ : ઉશ્કેરાયેલા પતિએ પત્નીને રહેંસી નાંખી, વચ્ચે પડેલી ભાભીને પણ ન છોડી
દીકરીનો લગ્ન પ્રસંગ નજીક આવતા ઝડપથી પગલુ ભર્યું
અત્યાર સુધી મળેલી વિગત અનુસાર ખેડૂત પરિવારની દીકરી ભૂમિકાના ટૂંક સમયમાં લગ્ન થવાના હતા. પરંતુ કોરોના સંકટ બાદ આવેલા વાવાઝોડાને કારણે પરિવારે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. ત્યારે દીકરીના લગ્ન આવતા હોવાને કારણે પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. જેથી માતા-પુત્રીએ આપઘાત કરી લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube