Amreli News : અમરેલીમાં ખેડૂતોઅને જીએસટીના અધિકારીઓ વચ્ચે થયેલી બોલાચાલી વચ્ચે સાંસદ ભરત સુતરિયા વચ્ચે પડ્યા હતા. વેપારીઓની સાથે ખેડૂતનું ચેકીંગ કરાતા ખેડૂતોની ફરિયાદ સાંભળી સાંસદ તાત્કાલિ દોડી આવ્યા હતા. તેમણે જીએસટી અધિકારીઓને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, તમારે FIR કરવી હોય તો મારી સામે કરી નાંખો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને જીએસટી વિભાગના અધિકારીઓ વચ્ચે રકઝક થઈ હતી. અમરેલી બાયપાસ પાસે અધિકારીઓએ ખેડૂતોને હેરાનગતિ કરતા તેઓએ સાંસદને રજૂઆત કરી હતી, જેથી સાંસદ મદદે દોડી આવ્યા હતા. જીએસટી વિભાગના ચેકીંગની ખેડૂતોને મુશ્કેલી પડતા ભરત સુતરિયાએ અધિકારીઓને ખખડાવ્યા હતા. વેપારીઓની સાથે ખેડૂતનું ચેકીંગ કરાતા ખેડૂતોની ફરિયાદ સાંભળી સાંસદ દોડી આવ્યા હતા. તેમણે અધિકારીઓને તતડાવીને કહ્યું કે, ફરિયાદ કરવી હોય તો મારા પર કરી દયો. આમ, સાંસદ ભરત સુતરીયા અને અધિકારી વચ્ચેની બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 


અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી


સાંસદ ભરત સુતરીયાએ અધિકારીઓને કહ્યું હતું કે, તમે અહીંથી પસાર થતાં ખેડૂતોને રોકીને તેમની પાસે ડોક્યુમેન્ટ માગો છે, તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોણ ખેડૂતો છે ને કોણ વેપારી. તમે આવી રીતે ખેડૂતોને ગમે ત્યાં કેમ ઊભો રાખી છો? આ દરમિયાન સાંસદ ગરમ થઈને બોલ્યાં કે, એફઆઇઆર કરવાની હોય તો મારા નામે કરી નાખો, પણ ખેડૂતોને ખોટી રીતે હેરાન ન કરો. આ ઉપરાંત અધિકારીઓએ 7/12ની નકલ માંગતા સાંસદે જણાવ્યું હતું કે, ખેડૂત સાંજે ક્યાંથી 7/12 કાઢી લાવે? કોઈ ખેડૂતની પાસે 7/12 જોડે ન હોય. 


ઉલ્લેખનીય છે કે, જીએસટી અધિકારીઓ દ્વારા ખેડૂતોના વાહનો રોકીને ડોક્યુમેન્ટ માગતા હોવાની સાંસદ ભરત સુતરીયાને રજૂઆત કરી હતી. જેના પગલે સાંસદ સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને ખેડૂતોનું ચેકિંગ માટે રોકવા નહીં તમે કહીને જીએસટી અધિકારીને ખખડાવ્યા હતા.


સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે