અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી

Ambalal Patel Prediction : રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી.. 27 તારીખ બાદ એક સપ્તાહ સુધી ઠંડીનું પ્રમાણ ઘટવાની કરી આગાહી.. 7 દિવસ દરમિયાન થઈ શકે ગરમીનો અનુભવ...

અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી

Cyclone Alert : હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે. આગાહીકાર અંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે. હજી માંડ ઠંડીની શરૂઆત થઈ જ છે, ત્યાં ગરમીની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે. નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવાજૂની થવાની છે.

અંબાલાલ પટેલની આગાહી 
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું  નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે. જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. 

હિમાલયથી આખા દેશનું વાતાવરણ પલટાશે
તેમણે કહ્યું કે, જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નદીઓ પૂર જેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જરૂરી છે નહીંતર હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે ખતરો બની શકે છે. 

આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું
વધુ એક ચક્રવાતી વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. આ સમય દરમિયાન, 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જે આસપાસના વિસ્તારોમાં વિનાશ સર્જી શકે છે. આ ચક્રવાતનું નામ ફેંગલ હશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુશળધાર વરસાદને લઈને નારંગી અને રેડ એલર્ટ જારી કર્યું છે. હિંદ મહાસાગર અને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જે 23 નવેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવે તેવી શક્યતા છે. આ પછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બને, જેની અસર તમિલનાડુ અને શ્રીલંકામાં જોવા મળશે. 

વાવાઝોડાની મોટી અસર જોવા મળશે
આ સમયગાળા દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. 25 નવેમ્બરે તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ગાજવીજ અને વીજળી સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સમગ્ર સપ્તાહ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 22 નવેમ્બરે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વાદળી છવાયેલા રહેશે. 25- 27 નવેમ્બરે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. નિકોબાર ટાપુઓમાં 22 થી 24 નવેમ્બર અને કેરળમાં 26 થી 27 નવેમ્બર સુધી વરસાદ પડી શકે છે. IMDએ માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. દક્ષિણ કેરળના દરિયાકાંઠે અને લક્ષદ્વીપ પ્રદેશમાં પવનની ઝડપ 35 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકની છે. 22-24 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્ર પર, 25 નવેમ્બરે કોમોરિન વિસ્તાર અને મન્નારની ખાડી, 22-25 નવેમ્બરે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને 24-25 નવેમ્બરના રોજ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર જોરદાર પવન ફૂંકાશે. આવી સ્થિતિમાં માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news