ઝી બ્યુરો/અમરેલી: અમરેલીના લાઠી, રાજકોટના ઉપલેટા અને બોટાદના ગઢડામાં વીજળી પડતાં આજે એક જ દિવસમાં 7 લોકોનાં દર્દનાક મોત થયા છે. આંબરડીમાં 5, સેવંત્રામાં 1 અને પડવદર ગામમાં એકનું મોત થયું છે. જ્યારે છેલ્લા 7 દિવસમાં 12 લોકોને વીજળી ભરખી ગઈ છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડવાની ઘટના બની છે. શ્રમિકો પર વીજળી કાળ બનીને ત્રાટકી હતી. આ ઘટનામાં પાંચ શ્રમિકોના મોત થયા છે. શ્રમિકો ખેતરેથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, લાઠીના આંબરડી ગામે વીજળી ખાબકી છે. જી હા...ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતી વેળા અચાનક વીજળી ત્રાટકી છે. વીજળી પડવાની આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું હોવાનું જાણવા મળે છે. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થયા છે. 


મહત્વનું છે કે આંબરડી ગામના પરીવાર પર આભ ફાટયું છે. આંબરડી ગામે ખેતરથી પરત ફરી રહ્યા હતા ત્યારે વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનાની માહિતી મળતાં જ મૃતકોને 108 વડે લાઠી સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે વીજળી પડવાથી અન્ય 3 ઈજાગ્રસ્ત બન્યા છે. 3 ઈજાગ્રસ્તોને અમરેલી સારવારમાં ખસેડાયા છે. નાના એવા ગામમાં 5ના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે. 


મૃતકોના નામ :-
1 ભારતી બેન સાંથળીયા (ઉ. વ. 35)
2 શિલ્પા સાંથળીયા ((ઉ. વ. 18)
3 રૂપાલી દલસુખભાઈ વણોદિયા (ઉ. વ.18)
4 રિધ્ધિ ભાવેશ સાંથળીયા (ઉ. વ. 5)
5 રાધે ભાવેશભાઈ સાંથળીયા (ઉ. વ. 5)