અમરેલી: ગુજરાતમા સિંહોની સુરક્ષાને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. તેમાય સિંહબાળના મોત પણ દિવસે દિવસે વધી રહ્યાં છે. આવી જ એક ઘટના અમરેલી જિલ્લાના સાંવરકુંડલા તાલુકામાં બની હોવાનું સામે આવ્યું છે. સાવરકુંડલાના વડાવ બીડ નજીક આજે બે સિંહ બાળના મૃતદેહ મળી આવ્યા છે. વનવિભાગના જણાવ્યા અનુસાર ઇનફાઇટના કારણે આ 2 સિંહબાળના મોત થયા છે. સાવરકુંડલા વનવિભાગે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ બંને મૃતક સિંહબાળનું પેનલ પી.એમ. કરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિંહબાળનાં શરીર પર વન્યપ્રાણીનાં ઇજાનાં નિશાન જણાય છે. વન વિભાગનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, આ સિંહબાળનો મૃતદેહ પાણીયા રેન્જની ભેરાળા બીટમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા, વન વિભાગનાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જે જગ્યા સિંહબાળનો મૃતદેહ મળ્યો છે ત્યાં એક સિંહનું ગ્રૃપ રહે છે. આ ગ્રૃપમાં ત્રણ બચ્ચાઓ છે અને બે સિંહણો છે.


વન વિભાગ દ્વારા સિંહબાળનાં મૃતદેહની આસપાસનાં વિસ્તારને ચકાસી રહ્યા છે અને સિંહનાં ગૃપને શોધી રહ્યા છે. ત્યારે વન વિભાગને એક સિંહનો પતો મળ્યો છે. આ સિંહે કદાચ સિંહબાળને મારી નાંખ્યું હોઇ શકે તેવી પ્રાથમિક શંકા છે. સિંહબાળનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...