કેતન બગડા/અમરેલી: ખાંભામાં કાકા-ભત્રીજા પર ઝેરી મધમાખીનો હુમલો કરતા સારવાર દરમિયાન કાકાનું મોત થયું હતું. જુનાગામ નજીકની વાડીમાં કાકા અને ભત્રીજો કામ કરી રહ્યા હતા તે દમિયાન જેરી મધમાખીઓ દ્વારા હુમલો કરી દેતા કાકાનું સારવાર દરમિયાન મોત થયુ હતું જ્યારે ભત્રીજાની હાલત ગંભીર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાંભા તાલુકાના જુનાગામ નજીક વાડીમાં કામ કરી રહેલા યુવક પર અચાનક જેરી મધમાખીઓ દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેના બચાવામાં યુવકના કાકા આવતા મધમાખીઓ દ્વારા સલીમ ભીખુભાઇ પરમાર પર પણ હુમલો કર્યો હતો અને બંન્નેના શરીર પર અસંખ્ય જેરી ડંખ માર્યા હતા.


જુઓ LIVE TV : 



મહત્વનું છે, કે બંન્નેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 54 વર્ષીય સલીમ ભીખુભાઇ પરમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે હાલ ભત્રીજા ઇયાજ ઇકબાલભાઇ પરમારની સારવાર કરવામાં આવી રહી છે. જેરી મધમાખીના ડંખને કારણે એક યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.