અમરેલી :અમરેલી (Amreli) જિલ્લામાં ચોંકાવનારો બનાવ બન્યો છે. અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે આપઘાત કર્યો છે. અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડા (Kesoor Bheda) એ આર્થિક સંકડામણથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ ઘટના બાદ આહીર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કેસૂર ભેડા આહીર સમાના અગ્રણી અને કોંગ્રેસ (Congress)ના નેતા હતા. 


કલાકાર જિગ્નેશ કવિરાજના નામે મહિલાઓ પાસેથી દાગીના પડાવતો પ્રકાશ પકડાયો 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ અમરેલીના લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં આપઘાત કર્યો છે. કોંગ્રેસના આ નેતાએ આર્થિક સંકડામણથી આપઘાત કર્યાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાની માહિતી મળી છે. હાલ અમરેલી જિલ્લા પંચાયતન ચાલુ સદસ્ય કેસૂર ભેડાના આપઘાતથી કોંગ્રેસમાં શોકનો માહોલ ફેલાયો છે. લીલીયા પંથકમાં આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટાગજાના નેતા તરીકે કેસૂર ભેડા પ્રખ્યાત હતા. ત્યારે સવારે 7 થી 8 વચ્ચે તેઓએ ફૂડ પ્રોસેસ ફેક્ટરમાં આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક