કેતન બગડા/અમરેલી :અમરેલી જિલ્લામાં એવા અનેક પ્રગતિશીલ ખેડૂતો છે કે જેણે ખેતીમાં કંઈક ને કંઈક નવું સંશોધન નવા પ્રયોગો કરી કરોડોની કમાણી કરવા પ્રયાસ હાથ ધર્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના ઈંગોરાળા ગામના એક ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતા ખેડૂતે ડ્રેગન ફ્રુટની ખેતી કરી કરોડો કમાઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુદરતને ખોળે શુદ્ધ વાતાવરણમાં અતિ રળિયામણી દેખાતી આ વાડી ઇંગોરાળાના એક પ્રગતિશીલ ખેડુતની છે. આ વાડીની અંદર તેમણે ડ્રેગન ફ્રુટ ખેતી શરૂ કરી છે આ ડ્રેગન ફ્રુટને જોવા અને ખરીદવા અનેક લોકો તો આવી રહ્યાં છે, પરંતુ ડોક્ટરો પણ આવી રહ્યા છે. આ ડ્રેગન ફ્રુટ ફક્ત ચોમાસાના ચાર મહિનામાં જ સારો એવો પાક આવે છે અને ઉત્પાદન આવે છે. ચોમાસાની ભરપૂર સીઝનમાં પ્રકૃતિ ખૂબ જ ખીલી ઉઠી છે અને ડ્રેગન ફ્રુટ એની સુંદરતામાં અને એ નજારામાં વધારો કરવા મેઘધનુષ પણ ખીલી ઉઠે છે, ત્યારે આવા શુદ્ધ અને પ્રકૃતિ ખીલી ઉઠી હોય તેવા વાતાવરણમાં બહારથી આવતા લોકોએ તેમનો આનંદ માણ્યો. ઉદ્યોગ ક્ષેત્રે કામ કરી રહેલા અશ્વિનભાઈ ડ્રેગન ફ્રુટની ખેતી શરૂ કરી પોતાના વતન ઇંગોરાળામા પોતાની 15 વીઘા જમીનમાં 4 હજાર જેટલા સેકન્ડ રોપાને ઉછેર્યા. ઉત્પાદનની વાત કરીએ તો એક રોપામાં એક સિઝનમાં 50 કિલોનું ઉત્પાદન થાય છે. જે એક સીઝનના બે લાખ કિલો જેટલું ઉત્પાદન મળે છે અને ભાવની દૃષ્ટિએ વાત કરીએ તો 150 થી 200 રૂપિયા સુધીના ભાવો તેમને અહીં બેઠા જ મળી જાય છે, જે 2 થી 2.5 કરોડ રૂપિયાનું ફક્ત ચાર માસમાં જ કમાણી કરી આવક કરી શકાય છે આને ગુજરાત બહાર ઓર્ડર ઉપર અહીંથી જ પેકિંગ કરી અને આ ફળ મોકલવામાં આવે છે.


આ કલેક્ટરે પોતાના અદના સેવકને આપી અનોખી નિવૃત્તિ વિદાય


[[{"fid":"275218","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dragon_fruit_farmer_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"dragon_fruit_farmer_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dragon_fruit_farmer_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"dragon_fruit_farmer_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"dragon_fruit_farmer_zee.jpg","title":"dragon_fruit_farmer_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


તેઓ કહે છે કે, અતિ સુંદર અને આકર્ષક દેખાતું અને તમામને જોઈને જ ખાવાનું મન થાય એવું આ ડ્રેગન ફ્રુટ મૂળ કેરલ રાજ્યમાં થાય છે. પરંતુ મારે તો છેલ્લા એકાદ બે વર્ષથી અમરેલી જિલ્લામાં સારું એવું વાવેતર થઇ રહ્યું છે. ડ્રેગન ફ્રુટનું મહત્વ ખોરાકમાં ખૂબજ અનોખું છે. તેનાથી લોહીનું પ્રમાણ વધે છે. એક પ્રકારની શારીરિક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે.


દેખાવે સુંદર અને આકર્ષક એક અલગ પ્રકારનું ફ્રુટ કે જેને બહારગામથી લોકો જોવા પણ આવે છે અને ખરીદી પણ કરે છે ત્યારે આ પ્રગતિશીલ ખેડૂતને પોતાનું ઉત્પાદન ઘેર બેઠા જ પ્રકૃતિને ખોળે જ વેચાઈ જાય છે અને તમામ વેપાર રોકડા પૈસા પર થાય છે. જો કે આવનાર તમામ મહેમાનોને પ્રેમથી ડ્રેગન ફ્રુટ ખવડાવી તેમનો સ્વાદ અનેરો આનંદ અપાવતા પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈએ અને ખેડૂતોના પ્રેરણારૂપ બન્યાં છે.


દેખાવે સુંદર આકર્ષક અને સ્વાદિષ્ટ ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર અમરેલી જિલ્લાના ખેડૂતો પોતાની આવક ડબલ નહિ, પણ દસ ગણી કરી રહ્યા છે. સંપૂર્ણ ઓર્ગેનિક આ ફ્રુટની માંગ ખૂબ સારા પ્રમાણમાં છે, ત્યારે અન્ય ખેડૂતો પણ તમને જોવા અને ખરીદવા આવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર