• AMTS બસને ત્યાં જ મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    AMTS બસ ની ટક્કરથી ઘટના સ્થળ પર જ મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું


અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના રસ્તાઓ પર ફરીથી એએમટીએસ બસો કાળમુખી બનીને દોડી રહી છે. લોકડાઉન શરૂ થતા જ સરકારી બસો રમરમાટ દોડવા લાગી છે. ત્યારે એએમટીએસ બસે વધુ એકનો ભોગ લીધો છે. અમદાવાદના અમરાઈવાડી મેટ્રોલ રેલ પ્રોજેક્ટ પાસે ન્યૂ કોટન ચાર રસ્તા પાસે AMTS બસે એક મહિલાને અડફેટે (accident) લીધી હતી. વહેલી સવારે બનેલની આ ઘટનામાં સિનીયર સિટીઝન મહિલાનું મોત નિપજ્યું છે.


આ પણ વાંચો : જાણો કયા કર્મચારીઓને મળશે મોદી સરકારનું દિવાળી બોનસ 


[[{"fid":"288773","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ahm_brts_accident_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"ahm_brts_accident_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ahm_brts_accident_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"ahm_brts_accident_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"ahm_brts_accident_zee.jpg","title":"ahm_brts_accident_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


બસ મૂકીને ડ્રાઈવર-કંડક્ટર પોલીસ સ્ટેશન પહોંચ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેક્ટ પાસે ન્યૂ કોટન ચાર રસ્તા પર AMTS ની બસે એક સિનીયર સિટીઝ મહિલાને અડફેટે લીધી હતી. AMTS બસ ની ટક્કરથી ઘટના સ્થળ પર જ મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ મહિલાનુ નામ ગીતાબેન દેવીપૂજક છે, જેમની ઉંમર 55 વર્ષ હતી. જેથી રસ્તા પર લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા. આ અકસ્માતથી પોલીસ કાફલો પણ દોડતો થયો હતો. લોકોનું ટોળુ એકઠુ થતા AMTS બસને ત્યાં જ મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તો બીજી તરફ, અકસ્માત બાદ બસમાં બેસેલા મુસાફરો પણ બસમાંથી ઉતરી ગયા હતા. 



રૂટ નંબર 142 ની બસ હતી 
AMTS ની આ બસ રૂટ નંબર 142 ની વસ્ત્રાલ થી લાલ દરવાજા જતી બસ હતી. જે ખાલી રસ્તા પર મોતની સવારી બની રહી હતી. આમ, ખાલી રસ્તાઓ પર પણ એએમટીએસની બસો અકસ્માત સર્જવા લાગી છે. AMTS ની બસો અમદાવાદમાં અકસ્માતો માટે પ્રખ્યાત છે. ત્યારે બસોએ ફરીથી અકસ્માત સર્જવાનું શરૂ કર્યું છે.