અતુલ તિવારી/અમવાદ :અમદાવાદ શહેરના વિકાસની વાતો તો ઘણી કરવામાં આવે છે, પણ ચોમાસું આવતા જ અમદાવાદના વિકાસની સાચી તસવીર સામે આવી જાય છે. ચોમાસામાં ખાડાનગરીમાં ફેરવાઈ જતા અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણવ દેવી સર્કલ પાસે AMTS બસ ખાડામાં ખાબકવાનો બનાવ બન્યો છે. AMTS બસ ખાડામાં પડતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. આ ઘટનામાં ચાર મુસાફરોને ઈજા પહોંચી છે, જેઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે સમગ્ર મામલામાં એએમસીની ગંભીર બેદરકારી સામે આવી છે. કામ ચાલુ હોવાથી રસ્તા પર કોઈ પ્રકારના બેરિકેડ્સ લગાવાવમાં આવ્યા નથી. અમદાવાદના હાર્દ સમા આ રસ્તા પરથી રોજના હજારોની સંખ્યામાં મુસાફરો પસાર થતા રહે છે, આવામાં આ સર્કલ પર બેરિકેટિંગ ન મૂકાતા તે જોખમી બની ગયું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Latest Updates : ગુજરાતના 139 ડેમની જળસપાટી ટોચને સ્પર્શવાની તૈયારી હોવાથી હાઈ એલર્ટ પર


વિચિત્ર કિસ્સો, બાળકીને પગમાં દુખાવો ઉપડ્યો ત્યારે ખબર પડી કે કૂતરુ નથી કરડ્યું, પણ બંદૂકની ગોળી વાગી છે 


ધર્મમાં રાજકારણ આડે આવ્યું, ગઢડાનું મોટી બા મંદિરમાં સાંખ્યયોગી બહેનો વચ્ચે પૂજારીનો મામલો વધુ ગરમાયો 


કોઈ વિચારી પણ નહિ શકે, કે ગુજરાતના આ સ્થળે થોડા દિવસો પહેલા રણ હતું, અને હવે જુઓ....


ATM તોડ્યા વગર ગાયબ થયા 24 લાખ, છત્રીવાળા માણસને શોધવા દોડી સુરત પોલીસ


ભાજપના વધુ એક ધારાસભ્યને થયો કોરોના...