કોઈ વિચારી પણ નહિ શકે, કે ગુજરાતના આ સ્થળે થોડા દિવસો પહેલા રણ હતું, અને હવે જુઓ....

હંમેશા સૂકાભઠ્ઠ રહેતા નડાબેટના રણમાં પાણી ભરાતાં રણ દરિયો બન્યો તેવા દ્રશ્યો સર્જાયા છે. રણમાં દૂર-દૂર સુધી પાણી દેખાતા અદભૂત નજારો સર્જાયો...
 

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના સરહદી સુઈગામ તાલુકામાં આવેલું નડાબેટનું રણ અત્યારે સમુદ્રમાં ફેરવાઈ ગયું છે. એક માત્ર એવું રણ જે નડાબેટથી ઓળખાય છે. પણ તે તેના નામ પ્રમાણે ક્યારેય બેટમાં ફેરવાતું નથી. પણ હવે નડાબેટ પણ બેટમાં ફેરવાઈ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નડાબેટના રણમાં પાણીની આવક થતાં હવે માત્ર નડેશ્વરી માતાજીના મંદિર સુધી જવાનો રસ્તો જ પાણી વગરનો છે. બાકી આખા રણમાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. બારે માસ સૂકું ભઠ રહેતું નડાબેટનું રણ હવે દરિયા જેવું દેખાઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી... ઉનાળાની ગરમીમાં કે શિયાળાની ઠઁડીમાં આ રણમાં ઝાંઝવાનાં જળ દેખાતાં હતાં તે હવે હકીકતમાં વરસાદી પાણીથી સમુદ્રના જળમાં તબદિલ થઈ ગયાં છે. રણમાં પાણી ભરાતાં દરિયા જેવાં દ્રશ્યો સર્જાયાં છે અને પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા નડાબેટમાં નડેશ્વરી માતાજીનાં દર્શન કરવા જતા લોકો રણમાં ભરાયેલા આ પાણીને જોઈને અભિભુત થઈ રહ્યા છે. 

1/3
image

હંમેશા સૂકાભઠ્ઠ રહેતા નડાબેટના રણમાં પાણી ભરાતાં રણ દરિયો બન્યો તેવા દ્રશ્યો સર્જાયા છે. રણમાં દૂર-દૂર સુધી પાણી દેખાતા અદભૂત નજારો સર્જાયો...

2/3
image

બનાસકાંઠાનો રણ વિસ્તાર પાકિસ્તાની સીમાઓ સુધી પથરાયેલો છે. આ અફાટ રણમાં દૂરદૂર સુધી માણસ તો શું જાનવર સાથે પણ મુલાકાત થવી મુશ્કેલ છે. ઠંડીમાં ઠંડાગાર રહેતા અને ગરમીમાં તાપથી ઉકળતા આ રણનું હવામાન હરકોઈને માફક આવે તેમ નથી. નડાબેટના રણની આગળ એક અલગ જ દુનિયા છે. જ્યાં કોઈ જ સુવિધાઓ નથી છતાં પણ અનેક વિષમ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો આકરા તાપ અને ઠંડીની પરવાહ કર્યા વગર રેગિસ્તાનમાં પોતાના વતનની રક્ષા માટે રાત-દિવસ દુશ્મન દેશ સામે છાતી તાણીને બોર્ડર ઉપર તૈનાત છે. 

3/3
image

ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારને પણ ટુરિઝમના દ્રષ્ટિએ વિકસાવાયું છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.