આણંદ: આણંદથી ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના એમડી આરએસ સોઢીએ વર્લ્ડ મિલ્ક ડેની કરોડો પશુપાલકોને શુભેચ્છા પાઠવી છે. દુનિયાના 24 કરોડ પશુપાલકોના 120 કરોડ પરિવાજનોને લઇને તેમણે કહ્યું કે, તમારી મહેનતથી તમે સમગ્ર વિશ્વના 700 કરોડ લોકોને દૂધની જરૂરિયાત પુરી કરી છે અને બીજી તરફ કરોડો લોકોને રોજગાર આપવા બદલ પશુપાલકોને અભિનંદન આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં દૂધનો 8 લાખ કરોડનો દૂધનો ગ્રોથ છે જેથી 10 કરોડ પરિવારોની આજીવિકા ચાલે છે. ભારતનો ડેરી વ્યવસાય સૌથી વધુ અસરકારક છે જેમાં ગ્રાહકના 70 થી 80 ટકા રૂપિયા પશુપાલક પાસે પરત જાય છે. એમડી ડો. સોઢીએ કહ્યું હતું દેશના 10 કરોડ પશુપાલકોને પ્રતીજ્ઞાના લેવા આહવાન કર્યું હતું કે, દેશમાં ચાલતા દૂધના વ્યવસાયને નવી ઉંચાઇએ લઇ જવા આહવાન કર્યું હતું.


આ પણ વાંચો:- PETA એ કહ્યું- દૂધ ઉત્પાદનના નામે પશુઓ પર અત્યાચાર, ધર્મગુરૂ જ્યોતિર્નાથ બાવાએ આપ્યો આ જવાબ


આપણી આવનારી પેઢી પણ આ વ્યવસ્યાને આગળ વધારે અને યોગ્ય ગુણવતા અને વ્યાજબી ભાવે દૂધ ગ્રાહકો સુધી પહોંચાડે સાથે જ ગ્રાહકોને પણ પ્રતીજ્ઞા લેવા આહવાન કર્યું હતું કે, યોગ્ય કિંમતે દૂધની ખરીદી કરે અને દૂધનો વપરાશ વધારે. આજે વિશ્વ ભારતના ડેરી ઉદ્યોગ સાથે જોડાવા ઇચ્છી રહ્યુ છે.


આ પણ વાંચો:- PETA V/s Amul : વિગન દૂધ અંગેના પેટાના નિવેદનથી રોષે ભરાયા ગુજરાતના પશુપાલકો


વિશ્વની એમએનસી જે મુજબ ભારતમાં મિલાવટી દૂધના વપરાશ વધારવા માટે પ્રયત્નો કરી રહ્યુ છે, તેઓ આવા દૂધને પ્લાન્ટમાં બનતા દૂધના નામે જાહેરાતો કરી રહ્યા છે. આજે વર્લ્ડ મિલ્ક ડે નિમીતે ભારતના 10 કરોડ પશુપાલકો દ્વારા 135 કરોડ પશુપાલકોને પોષણ પૂરૂ પાડતા ડેરી ક્ષેત્રને આગળ લાવવા કહ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube