Milk Price Hike : જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. જી હા... ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આજથી આ અમલ અમલી બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી


GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો આવતી કાલ સવારથી અમલમાં મુકાશે.


આ તારીખો છે ઘાતક! અમદાવાદ સહિત આ 4 જિલ્લામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી


અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીમાં 32ના હવે 33 રૂપિયા થયા છે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 થયાં છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધીને 30 રૂપિયા થયા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.


12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ


અમદાવાદમાં આ હશે ભાવ
અમુલ દૂધના 500 મિલી વાળું પેક અમુલ ગોલ્ડ અમદાવાદમાં 33 રૂપિયામાં મળશે. અમુલ શક્તિનું પેક 30 રૂપિયામાં મળશે. જ્યારે અમુલ તાઝા 27 રૂપિયામાં મળશે.


કિંમતોમાં આ વધારો 14 મહિના પછી થયો છે કારણ કે 1 એપ્રિલ, 2023ના રોજ ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ જણાવ્યું હતું કે અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના બજારોમાં શનિવારથી અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.


સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે 500 મિલીનું અમૂલ ગોલ્ડ હવે રૂ. 32, અમૂલ સ્ટાન્ડર્ડ રૂ. 29 પ્રતિ 500 મિલી, અમૂલ તાજા રૂ. 26 પ્રતિ 500 મિલી અને અમૂલ-ટી સ્પેશિયલ રૂ. 30 પ્રતિ અડધો લિટર છે ના દરે વેચવામાં આવશે.


દૂધના ભાવ વધવાના કારણો?
જોકે, કંપનીઓ દૂધના ભાવ વધારવાનું કોઈ કારણ જણાવતી નથી. પરંતુ પરિવહન ખર્ચ, ઉનાળાની ઋતુમાં ઘાસચારાની અછત, ખર્ચ વગેરે જેવા કારણોને લીધે ભાવમાં વધારો થાય છે. એટલું જ નહીં અન્ય દૂધ કંપનીઓ પણ પોતાનો નફો મેળવવા માટે દૂધના ભાવમાં વધારો કરે છે. આ ઉપરાંત દૂધ ઉત્પાદક સંઘો અને સહકારી મંડળીઓ પણ કંપનીઓ પાસેથી ખેડૂતોને દૂધ માટે અપાતા ભાવમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા.