સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાક 5400 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં આ વર્ષે સારુ ઉત્પાદન મળતા જ ખેડુતોએ બાજરીના વેચાણ અર્થે નીકળ્યા છો, ત્યારે ઓપન માર્કેટમાં ખેડુતોને પુરતા ભાવ મળી રહ્યા નથી.

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બાજરીનું ઉત્પાદન કરતા ખેડુતોએ ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર્યુ છે. સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડુતો હાલ તો ખુશખુશાલ થયા છે અને સારો ભાવ મળતા ખેડુતો હવે ટેકાના ભાવે વેચી રહ્યા છે. 

સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાક 5400 હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં આ વર્ષે સારુ ઉત્પાદન મળતા જ ખેડુતોએ બાજરીના વેચાણ અર્થે નીકળ્યા છો, ત્યારે ઓપન માર્કેટમાં ખેડુતોને પુરતા ભાવ મળી રહ્યા નથી. માર્કેટયાર્ડમાં 400થી લઈ 450 ઉપરાંતના ભાવ મળી રહ્યા છે, ત્યારે સરકારના ટેકાના ભાવ સારા મળતા ખેડુતોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જે પણ બાજરીનો પાક છે તે અહિ લેવામાં આવે છે અને યોગ્ય વજન કરીને તેને પેક કરીને વજન કરીને મુકવામાં આવે છે. 

સાબરકાંઠા જિલ્લામાં બાજરીનું વાવેતર કર્યા બાદ સરકારનું ટેકાના ભાવે રજીસ્ટેશન શરૂ કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ 25 મેના રોજ ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જે 15 જુલાઇના રોજ પુર્ણ થશે. ટેકાના ભાવે રજીસ્ટ્રેશનની વાત કરીએ તો જિલ્લામાં કુલ 1450 ખેડુતોએ બાજરીના વેચાણ અર્થે રજીસ્ટેશન કરાવ્યું છે. જેમાં આજ સુધી 88 ખેડુતો વેચાણ અર્થે આવ્યા છે. 

ઈડર હિંમતનગર અને તલોદ એમ ત્રણ ખરીદ સેન્ટર પર ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. અન્ય જગ્યા કરતા ટેકાના ભાવે સારો ભાવ મળતા દરરોજ ખેડુતો ટેકોના ભાવે વેચવા પહોંચી જાય છે. આમ તો તંત્ર દ્રારા દરરોજ 50 થી 60 જેટલા મેસેજ કરવામાં આવે છે. જેને લઈને ખેડુતો વેચાણ અર્થે પહોચે છે.

આમ તો ખેડુતો સારા એવા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી સરકાર કરી રહી છો, ત્યારે માર્કેટ કરતા સરકારના ભાવ સારા મળી રહ્યા છે. જેને લઈને ખેડુતો ટેકાના ભાવે વેચાણ અર્થે વેચી રહ્યા છે. સામે ખેડુતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news