લાલજી પાનસુરીયા/આણંદ: અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને આશિર્વાદ સમાન કિલોફેટ દિઠ 10 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવેલ છે. છેલ્લા 60 દિવસમાં આ ચોથીવારનો ભાવ વધારો કરવાથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ઉનાળામાં પશુઓ ઓછું દૂધ આપતા હોય છે. ત્યારે પશુપાલકોને આ દુધમાં ભાવ વધારો સારા સમાચાર કહિ શકાય તેવો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક સમયથી કિલો ફેટ ભાવ 610 હતો. તે આજે 660 પર આવી ગયો છે. તે પ્રમાણે ભેંસના દુધના લીટર લીઠ ત્રણથી સાડા ત્રણ રૂપિયાનો અને ગાયનાદુધમાં લીટર દિઠ બે રૂપિયા પંદર પૌસાથી બે રૂપિયા સત્યાવીસ પૈસા જેટલા આ વર્ષે ભાવ વધારો મળ્યો છે.


વડોદરા: ભાઇ-બહેન સાથે મળી પ્રિન્ટીંગ મશીનમાં છાપતા 100ના દરની નકલી નોટો



અમૂલ દ્વારા દુધના ફેટદીઠ વધારવામાં આવતા ભાવને કારણે સમગ્ર ચરોતરના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમાન્ય રીતે ઉનાળામાં પશુઓ ઓછુ દૂધ આપતા હોય છે તેથી ઉનાળા દરમિયાન અમૂલ દ્વારા દૂધના ફેટદીઠ ભાવમાં વધારો કરવાથી પશુપાલકોની આવકમાં વધારો થશે.