અમદાવાદ :  Rabobank દ્વારા જાહેર કરવામાં આવેલ વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓની યાદીમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન 16મા ક્રમે છે જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘અમૂલ બ્રાન્ડ‘ એ ગુજરાતમાં સર્જાયેલી શ્વેતક્રાંતિનું પ્રતિક છે. ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં ભયજનક મકાનમાં રહેવા માટે લોકો બન્યા મજબુર, સરકારે હાથ ઉંચા કરી દીધા


આ અંગે અમુલ દ્વારા પણ ખુશી વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમુલનાં કારણે અનેક પશુપાલકો ન માત્ર પગભર થયા છે, પરંતુ શ્વેતક્રાંતિના કારણે તેઓ આર્થિક રીતે પણ મજબુત બન્યા છે. અમુલ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ અમારી જ નહી પરંતુ લાખો પશુપાલકોને મળેલું ગૌરવ છે. જેમના થકી આજે અમુલ ઉજળું છે. 


દ્વારકા: ગોમતી નદીમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન, પરંપરા જળવાઈ


''આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ટ્વીટ કરીને લાખો પશુપાલકો અને અમુલને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતનાં 36 લાખ દુધ ઉત્પાદકોની મહેનત રંગ લાવી છે.'' અત્રે ઉલ્લેખનીય છે કે, અમુલનું નામ જ્યારે પણ આવે ત્યારે ડૉ. વર્ગીસ કુરિયનનું નામ અચુક આવે છે. શ્વેતક્રાંતિના જનક વર્ગિસ કુરિયન અમુલની સ્થાપનાથી માંડીને તેને અહીં પહોંચાડવા સુધીમાં અમુલ્ય યોગદાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર