ચેતન પટેલ/ સુરત: સુરતમાં માતા-પિતા માટે લાલ બત્તી સમાન એક ઘટના સામે આવી છે. સુરતમાં વધુ એક સ્ટંટનો વીડિયો બનાવતા બાળકે જીવ ગુમાવ્યો છે. સુરતમાં 11 વર્ષની નેપાળી બાળકીનું મોબાઈલ પર વીડિયો બનાવતા ગળે ફાંસો લાગી જતા મોત નીપજ્યું થયું છે. આ ઘટનાની જાણ થયા સ્થળ પર પહોંચીને સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં વધુ એક જોખમી સ્ટંટ કરતા બાળકીએ જીવ ગુમાવ્યો છે. સુરતના ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના મહિધરપુરા વિસ્તારમાં 11 વર્ષની નેપાળી બાળકી મોબાઈલ પર વીડિયો બનાવી રહી હતી.


આ પણ વાંચો:- સુરતમાં બાળકીના મોતથી માતા-પિતા અજાણ, ઘરનો સ્લેબ પડવાથી પરિવાર ઇજાગ્રસ્ત


તે દરમિયાન અચાનક તેને ગળે ફાંસો લાગી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ બાળકીના વોચમેન તરીકે નોકરી કરે છે. ત્યારે બાળકીના મોતથી પરિવારજનો ઘેરા આઘાતમાં છે. આ મામલે જાણ થતાં સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.


આ પણ વાંચો:- નિશુલ્ક રસીકરણની આજથી શરૂઆત, કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક નિર્ણય: અમિત શાહ


ઉલ્લેખનીય છે કે, સુરતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ સ્ટંટ કરવા જવા જીવ ગુમાવ્યો છે. સ્ટંટ કરવા જતા તેને ફાંસો લાગી ગયો હતો, જેથી તેનુ મોત નિપજ્યું છે. સોશિયલ મીડિયા એપ પર મૂકવા વીડિયો બનાવતી વેળાએ આ ઘટના બની હતી. વિદ્યાર્થીને ટિકટોક પર અવનવા વીડિયો મુકવાનો શોખ હતો. ત્યારે આ શોખે જ તેનો જીવ લીધો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube