સુરતઃ કિમ નજીક લક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે ધડાકાભેર એક્સિડન્ટ થયું જેમાં 4ના મોત નીપજ્યા હતા. જ્યારે 17થી વધુ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તમામને 108ની મદદથી સુરત સિવિલ, સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


પ્રાપ્ત વિગત  અનુસાર, કિમ નજીક રાજસ્થાનથી મુંબઈ જતી મરુંધર ટ્રાવેલ્સની બસનો કન્ટેનર સાથે અકસ્માત થયો હતો. આગળ દોડતી કારને બચાવવા જતા એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર સહિત ત્રણના મોત નીપજ્યા હતા. જ્યારે 40થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. એક્સિડન્ટના પગલે ગામના લોકો મદદે દોડી આવ્યા હતા.  ઓલપાડ, અંકલેશ્વર, ભરૂચ, કામરેજ, કડોદરા, વરાછા સહિતની 108ની મદદથી ઘવાયેલા મુસાફરોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરાઈ હતી.