200 Crore Fraud: આશરે 200 કરોડનુ ફુલેકું ફેરવાયું! 22 હજાર ગુજરાતી રોકાણકારોને રાતાપાણીએ રોવડાવ્યા
200 Crore Fraud: ખેડા જિલ્લામાં એક વર્ષ અગાઉ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પુરા રાજ્યમાંથી 22 હજાર લોકો છેતરાયા હતા. આશરે 200 કરોડોથી વધુની છેતરપિંડી આચરનાર માસ્ટર સોલ્યુશન કંપનીનો વધુ એક આરોપી એક વર્ષ બાદ પોલીસે દબોચ્યો છે.
ઝી બ્યુરો/નડિયાદ: આશરે 200 કરોડોથી વધુની છેતરપિંડી આચરનાર માસ્ટર સોલ્યુશન કંપનીનો વધુ એક આરોપી એક વર્ષ બાદ પોલીસે દબોચ્યો છે. ખેડા જિલ્લામાં એક વર્ષ અગાઉ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પુરા રાજ્યમાંથી 22 હજાર લોકો છેતરાયા હતા.
500 કિ.મીનો ઘેરાવો અને 50 કિ.મીની આંખ સાથે ગુજરાતના આ વિસ્તારોમાં ત્રાટકશે વાવાઝોડું
આમાં મુખ્યત્વે સૌથી વધુ શિક્ષિત લોકો જ છેતરાયા હોવાનું સામે આવી હતુ. ભણેલા-ગણેલા લોકો આ છેતરપિંડીના સકંજામાં આવી જતા તેઓની આર્થિક મુશ્કેલીઓ વધી હતી. નડિયાદ અને આસપાસથી 387 લોકો અને પુરા રાજ્યમાંથી લગભગ 22 હજાર લોકો તેમા મોટા ભાગના ભણેલા ગણેલા લોકો ડેટા એન્ટ્રીના નામે ઈન્વેસ્ટ કરી છેતરાયા હતા.
50 વર્ષમાં ન જોયુ હોય તેવુ વાવાઝોડું : ચાર દિવસ ક્યાં વરસાદ પડશે તેનો ચાર્ટ આ રહ્યો
આશરે 200 કરોડ રૂપિયાનુ ફુલેકું ફેરવી રાજ્ય છોડવાની ફીરાકમા કૌભાંડી રાહુલ વાઘેલાની અગાઉ બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર આરોપી સહિત પાર્ટનર અને બે મેનેજરો સામે એક વર્ષ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે અગાઉ મુખ્ય સૂત્રધાર આરોપી રાહુલ વાઘેલાને ઝડપી લેવાયો હતો અને એક વર્ષથી નાસતો ફરતો ફરાર આરોપી MD જગજીતસિંગ હરભજનસિંગ ધાલીવાલને હાલ દબોચી લેવાયો છે.
અદાણી-અંબાણીથી સહેજે કમ નથી ગુજરાતના આ ગામના લોકો! Uk, US અને Canada થી આવે છે પૈસા
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીની ધરપકડ કરી નડિયાદ ગ્રામ્ય પોલીસને સોંપ્યો છે અને પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Bollywood Celebs: સ્ટારડમ મળ્યા પછી પણ બરબાદ થઈ ગયા આ બોલીવુડ સ્ટાર્સ!