PM મોદીના વતન વડનગરમાં બની શકે છે એરપોર્ટ; આ 3 જગ્યાએ એરપોર્ટ ઓથોરિટીની ટીમ કરશે સર્વે
પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બની શકે છે. સાંભળીને ચોંક્યાને... પરંતુ આ હકીકત બની શકે છે. વડનગરમાં એરપોર્ટ બનાવવા 3 જગ્યાએ ટીમ સર્વે કરશે.
ઝી બ્યુરો/મહેસાણા: દેશના લોક લાડીલા પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરવાસીઓ માટે એક ખુશખબર મળી શકે છે. જી હા... પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બની શકે છે. સાંભળીને ચોંક્યાને... પરંતુ આ હકીકત બની શકે છે. વડનગરમાં એરપોર્ટ બનાવવા 3 જગ્યાએ ટીમ સર્વે કરશે.
ટોલ નકલી ગુજરાતમાં વસૂલી અસલી: દોઢ વર્ષમાં 82 કરોડ કોના કોના ખિસ્સામાં ગયા?
6 ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગર આવશે. એરપોર્ટ પ્રી-ફિઝીબીલીટી સ્ટડીની કામગીરી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ આવશે. DILR મહેસાણા, વડનગર અને વિસનગર મામલતદારને પણ આ વિશે જાણ કરાઈ છે. અધિકારીઓને સૂચિત જગ્યાના 7/12, ગામનો નકશો અને સર્વેના સાધનો સાથે હાજર રહેવા સૂચના અપાઈ છે.
ટોલનાકા કૌભાંડમાં કોણ છે દિગ્ગજ પાટીદાર અગ્રણીનો 'કપૂત'? BJP નેતા સહિત કોની સંડોવણી
વડનગર, ગુંજા અને ચાંદપુરમાં એરપોર્ટ માટે ત્રણ ગામોના 159 સર્વે નંબરોની જમીનનો સમાવેશ થાય છે. નાગરિક ઉડ્ડયન કચેરી દ્વારા મહેસાણા જિલ્લાના અધિકારીઓને આ વિશે સૂચના અપાઈ છે. નિવાસી અધિક કલેકટર દ્વારા સ્થાનિક અધિકારીઓને પણ જરૂરી સૂચના અપાઈ છે.