અર્પણ કાયદાવાલા, ઝી બ્યુરો/અમદાવાદ: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો શરૂ થઈ ગયો છે. પરંતુ હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. જી હા... નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રેક્ષકો બિમાર થવાની ઘટના બની છે. ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન આખું સ્ટેડિયમ ચાહકોથી ખીચોખીચ ભરેલું છે, ત્યારે સ્ટેડિયમમાં એકાએક 150થી વધુ પ્રેક્ષકો બિમાર પડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેક્ષકો બિમાર થયા
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બરાબરની મેચ જામી તેવામાં 150થી વધુ પ્રેક્ષકો બિમાર થયા છે. જેમાં મોટા ભાગના લોકો બેભાન થવું , માથુ દુ:ખવું, ધુજારી થવાની ઘટના સામે આવી છે. જેના કારણે સ્ટેડિયમમાં હાજર તબીબોએ સ્થિતિ સંભાળી હતી અને 4 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે.


સટ્ટા બજારમાં ભારતનું માર્કેટ ઉચકાયું
નોંધનીય છે કે, ક્રિકેટ રસિકોની સાથે સટ્ટો રમાડનારા અને રમનારાઓ માટે પણ આજે મોટો દિવસ છે. હાલ સટ્ટા બજારમાં ભારતનું માર્કેટ ઉચકાયું છે. ભારતનો ભાવ 48 પૈસા અને પાકિસ્તાનનો ભાવ 1.52 પૈસા બોલાઈ રહ્યો છે. જેમાં ભારત હોટ ફેવરિટ છે. સટ્ટો રમાડનારા બુકીઓ માટે આજે મોટો દિવસ છે. શરૂઆત કોણ જીતશે તેના પર થશે. માત્ર એકલા ગુજરાતમાઁથી જ 500 કરોડનો સટ્ટો રમાશે. તો આખા દેશની વાત કરીએ તો લગભગ ત્રણ હજાર કરોડનો સટ્ટો રમાશે. 


150 જેટલા બુકીઓ હાજર
એવુ કહેવાય છે કે, આ મેચને લઈને સ્ટેડિયમમાં જ 150 જેટલા બુકીઓ હાજર રહેશે. જેમાં મોટાભાગના બુકીઓ દૂબઈ સહિત અન્ય દેશોમાંથી અહી આવ્યા છે. તેમાં પણ ભારત પાકિસ્તાનની મેચ તો દર્શકો માટે રોમાંચક હોય છે. સામાન્ય રીતે એક મેચમાં ઓછામાં ઓછા 1500 કરોડનો સટ્ટો રમાડવામા આવશે. પરંતુ ભારત પાકિસ્તાનની મેચમાં સટ્ટાની રકમ 3 હજાર કરોડને પાર થઈ જશે. 


 પાકિસ્તાન સામે પોતાના રેકોર્ડ સુધારશે
ભારતીય ટીમના ચાહકોને આશા છે કે ભારત આ મેચને જીતીને પાકિસ્તાન સામે પોતાના રેકોર્ડને 8-0 કરવા માગશે. કેમ કે વર્લ્ડ કપની છેલ્લી 7 મેચમાં ભારતે પાકિસ્તાન ટીમને પરાજય આપ્યો છે. તેના કારણે પાકિસ્તાન ટીમ પર થોડું વધારે મનોવૈજ્ઞાનિક દબાણ જરૂર હશે. કેપ્ટન રોહિત શર્મા જો આ મેચમાં ટોસ હારશે તો આ ટીમ ઈન્ડિયા માટે લકી સાબિત થઈ શકે છે. કેમ કે હાલના વર્લ્ડ કપમાં અત્યાર સુધી જે 11 મેચ રમાઈ છે. જેમાં ટોસ જીતનારી ટીમને 8 વખત હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે ટોસ જીતવામાં સફળ સાબિત થયો નહતો. પરંતુ ભારતે બંને મેચમાં શાનદાર વિજય મેળવ્યો હતો. 


વિજય સરઘસ માટે પરમિશન જરૂરી
સાથે જ જો ભારતની ટીમ મેચ જીતે તો પીલોસની મંજૂરી બાદ જ વિજય સરઘસ કાઢી શકાશે તેવી અતિ મહત્વની સૂચના જાહેર કરવામા આવી છે. મેચ બાદ વિજય સરઘસ કાઢવા માટે ખાસ મંજૂરી લેવી પડશે. 


2.5 કિમીનો રસ્તો 12 કલાક બંધ
મેચને પગલે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી લઈ મોટેરા આસારામ આશ્રમ ચોકડી સુધીનો 2.5 કિમી સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે. મેચના 12થી 14 કલાક સુધી આ રસ્તા પરથી માત્ર ચાલીને જઈ શકાશે. સામાન્ય લોકો ગેટ નંબર 1 અને 2 પરથી એન્ટ્રી કરી શકશે. જ્યારે VIP માટે આસારામ આશ્રમ ચાર રસ્તાથી આશ્રમ તરફ ગેટ નંબર 3 અને માત્ર VVIPને જ પ્રવેશ આપવામાં આવશે.


ખાસ પ્રકારના tethered ડ્રોનથી મેચ પર નજર 
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે tethered ડ્રોનથી રિહર્સલ કર્યું હતું. tethered ડ્રોનની ક્ષમતાની વાત કરીએ તો, તો તે સતત 12 કલાક સુધી ઉડી શકે છે. જે 5 કિલોમીટરનો એરિયા કવર કરે છે. 120 મીટર સુધી ઉચે જઈ શકે છે. જેમાં ખાસ પ્રકારના એચડી કેમેરા લગાડવામાં આવ્યા છે. મેચના દિવસે આ tethered ડ્રોન થી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે.