* MSC IT કરેલો એન્જિનિયર લોકડાઉન બાદ લૂંટારૂ બની ગયો
* લૂંટ શા માટે કરવી પડી તેનું કારણ જાણી પોલીસ પણ ઢીલી પડી
* લોકડાઉને અનેક લોકોને રોડ પર લાવી દીધા અને ગુનેગાર બનાવ્યા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલિક ધામેચા/અમદાવાદ : લોકડાઉન દરમિયાન 30 હજારનું દેવુ ચુકવવા માટે એન્જીનીયર યુવક લૂંટારુ બન્યો. દેવું થઈ જતા ચિંતામા મુકાયેલા શખ્સે લૂંટને અંજામ આપ્યો પરંતુ ગણતરીના કલાકોમાં જ CCTV ફૂટેજના આધારે સોલા પોલીસે લૂંટ કરનાર શખ્સની ધરપકડ કરી. મહત્વનું છે કે લૂંટારું શખ્સે પોલીસ થી બચવા 4 વખત કપડાં બદલ્યા હોવાનુ  અને બાઈક પણ ચોરીનું વાપર્યું હતું.


જૂનાગઢમાં આજથી પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્ક બંન્ને પ્રવાસીઓ માટે ખુલ્યા


વેબસીરિઝ જોઇને પોલીસને ચકમો આપવા 4 વખત કપડા બદલ્યા
શહેરના સોલા વિસ્તારમાં આવેલા સોમવિલા બંગ્લોઝ મા 28 સપ્ટેમ્બર ના રોજ લુંટની ઘટના બની હતી. જેમાં ડોક્ટર પરિવારના સભ્યોને બંધક બનાવી છરીની અણીએ રૂપિયા 52 હજારની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનાની સોલા પોલીસે તપાસ કરતા એક આરોપી નીરવ પટેલની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં આરોપીએ લૂંટ પહેલા બાઈક ચોરી કરી હોવાનું સામે આવી છે. ઉપરાંત લૂંટ સમયે સમયે પોલીસને ચકમો આપવા ચાર વખત કપડા પણ બદલા હોવાનું સામે આવ્યું છે.


કચ્છ: બોર્ડર નજીકના ગામમાં વિમાનોના ચક્કરથી ગામમાં ફફડાટ, પોલીસે આવીને તપાસ કરી તો...


લોકડાઉન બાદ આર્થિક સંકટથી કંટાળી લૂંટનો પ્લાન ઘડ્યો
પોલીસ કસ્ટડીમાં રહેલા નીરવ પટેલની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે MSC IT સુધીનો અભ્યાસ કરેલો છે. અગાઉ રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરતો હતો. જો કે લોકડાઉન સમય આર્થિક સંકડામણ વધી જતા પોતાના દૂરના કાકાના ઘરે લૂંટનું કાવતરુ કાવતરુ રચ્યું હતું. જો કે લૂંટનું તમામ માર્ગદર્શન તેણે ક્રાઈમના પ્રોગ્રામો અને વેબ સીરીઝ જોઈ જોઈ મેળવી હતી. આ જ્ઞાનના આધારે લૂંટ પહેલા અને લૂંટ બાદ આયોજનપૂર્વક બાઈક ચોરી કરી કપડાં બદલી લૂંટને અંજામ આપ્યો હતો. જોકે પોલીસને બાઈક ચોરી કરતા અને  બનાવ બાદના CCTV મળતા પોલીસ આરોપી સુધી પહોંચી હતી.


કોંગ્રેસના નેતા અહેમદ પટેલને કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી


એક સામાન્ય મધ્યમવર્ગીય માણસ લોકડાઉન બાદ લૂંટારૂ બન્યો
પ્રેમ લગ્ન કરી સુખી જીવન જીવનાર અને ફરવાનો શોખીન નીરવ લોકડાઉન પહેલા એક સામાન્ય જીવન જીવતો હતો. જો કે, લોકડાઉન સમયે સર્જાયેલી આર્થિક તંગી એ નીરવને એક કાવતરાખોર લૂંટારૂ બનાવી દીધો. રૂપિયાની જરુરિયાત માટે લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ અપાયો. ત્યારે સવાલ એ છે કે લૂંટની ઘટનામાં જવાબદાર નીરવ છે કે પછી લોકડાઉન બાદ સર્જાયેલી આર્થિક તંગી ? હાલ તો નીરવની આપવીતી સાંભળી  પોલીસ પણ વિમાસણમાં છે. એક તરફ કાયદો છે તો બીજી તરફ માનવતા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube