અમદાવાદ : નિત્યાનંદ આશ્રમની બે યુવતી ગુમ વિવાદનો મામલો  ગુમ થયેલ યુવતી નિત્યનાદિતા નો સોશ્યલ મીડિયા પર વધુ એક  વિડિયો થયો વાયરલ થયો છે. જેમાં તેણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું આજે સમગ્ર મામલે બધા સત્યો મૂકવા જઈ રહી છું. જેથી તમે જ નક્કી કરજો કે શું સાચું છે અને ખોટું કોણ છે. એફિડેવિટ સ્વરૂપે સમગ્ર સત્ય સામે લાવી રહી છું. હું પુરાવા સાથે રજૂ કરી રહી છું કે મારા પિતા જનાર્દન શર્મા જે આરોપ લગાવ્યા છે તે તમામ ખોટા છે. મારા પિતાએ જે હેબિયરસ કોપર્સ દાખલ કરી છે, જેમાં મારા પિતા એ આરોપ લગાવ્યો છે કે અમને ગુજરાત અમદાવાદમાં પુષ્પક સિટીમાં ગોંધી રાખવામાં આવ્યા હતા તે તમામ આરોપો ખોટા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેતલપુર APMCમાં બારદાન ન માત્ર પ્લાસ્ટિકનાં પરંતુ બીજા રાજ્યોનાં વપરાય છે


19 ઓક્ટોમ્બરે મારા પિતાનો ફોન આવ્યો હતો અને મને કીધું કે પરિવાર સાથે અંગત સમય પસાર કરવો છે, અને તમામ ફેમિલી પ્રોબ્લેમ સોલ્વ કરવા છે. જેના અનુસંધાને મેં ગુરુકુળમાં રજા ચિઠ્ઠી પણ મૂકી હતી. 01 નવેમ્બરે મને ગુરુકુલમાંથી કોલ આવ્યો હતો કે, મારા માતા પિતા પોલીસ સાથે ગુરુકુલ ગેટ પર છે. આશ્રમ પર તેઓ આક્ષેપ કરતા હતા કે મારી દીકરીને તમે મળવા નથી દેતા. ગુરુકુલનું કોઈ ષડયંત્ર છે. એફિડેવિટમાં તમામ પુરાવા હું રજૂ કરું છું કે મારુ અપહરણ નથી કર્યું. 


વારંવારના અકસ્માતો બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા BRTS કોરિડોરનું નિરીક્ષણ કર્યું


ઉજ્જડ ડાંગમાં થશે પાણીની રેલમછેલ, કેન્દ્ર સરકારે ખેડૂતો માટે છુટ્ટા હાથે કરોડો રૂપિયાની લ્હાણી કરી


ફોટો પણ પુરાવા રૂપે રજૂ કરી. 1 નવેમ્બર મારા પિતાએ મને સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ પોસ્કો અને અપહરણની ફરિયાદ નોંધવામાં દબાણ કર્યું હતું. જેથી મેં નક્કી કર્યું કે હું મારા પિતાને બીજી વખત ક્યારેય નહીં મળું. હું જણાવી રહી છું કે 5 અને 6 ઓક્ટોબરના રોજ મારા બન્ને નાના ભાઈ બહેનને 5 થી 6 કલાક એડવોકેટ અને આશ્રમના લોકો સાથે મળ્યા હતા. મારી મિટિંગ દરમ્યાન મારા પિતાએ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના આશ્રમના અનેક લોકો સાક્ષી છે. આ ઉપરાંત મારા પિતા એ મને આપઘાત કરવાની ધમકી પણ આપી હતી. જો હું આશ્રમ નહી છોડું તો મારી સાથે ઘણો સમય પસાર કર્યો. સાથે જમ્યા અને મને ઇમોશનલ બ્લેકમેઇલ પણ કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube