વારંવારના અકસ્માતો બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા BRTS કોરિડોરનું નિરીક્ષણ કર્યું

બીઆરટીએસમાં વધી રહેલા અકસ્માતો (BRTS Accident) ની ઘટનાને લઈને રાજ્ય સરકાર હરકતમાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh jadeja) એ અમદાવાદનાં અંજલી ચાર રસ્તાથી લઈને વાળીનાથ ચોક સુધીનાં બીઆરટીએસ કોરીડોરની મુલાકાત લીધી હતી. તેઓ આ તમામ વિસ્તારમાં ફર્યા હતા, અને ખુદ બીરઆરટીએસની પરિસ્થિતિ પર નજર રાખી હતી. 
વારંવારના અકસ્માતો બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા BRTS કોરિડોરનું નિરીક્ષણ કર્યું

અમિત રાજપૂત/અમદાવાદ :બીઆરટીએસમાં વધી રહેલા અકસ્માતો (BRTS Accident) ની ઘટનાને લઈને રાજ્ય સરકાર હરકતમાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh jadeja) એ અમદાવાદનાં અંજલી ચાર રસ્તાથી લઈને વાળીનાથ ચોક સુધીનાં બીઆરટીએસ કોરીડોરની મુલાકાત લીધી હતી. તેઓ આ તમામ વિસ્તારમાં ફર્યા હતા, અને ખુદ બીરઆરટીએસની પરિસ્થિતિ પર નજર રાખી હતી. 

Pics : આમિર ખાનથી ચાર ચાસણી ચઢે તેવા છે વડોદરાના આ પિતા, દીકરીને ફૂટપાથ પર શીખવાડે છે કુશ્તી 

બીઆરટીએસ કોરીડોરની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાંજરાપોળ સર્કલ ખાતે પણ પહોચ્યા હતા. પાંજરાપોળ સર્કલ ખાતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ થોડા દિવસો અગાઉ થયેલા અકસ્માત મામલે માહિતી પણ મેળવી હતી અને પાંજરાપોળ સર્કલ ખાતે પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા,મ્યુ.કમિશ્નર વિજય નહેરાને ટ્રાફિકનાં નિયમન માટે સૂચનો આપ્યા હતા.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની બીઆરટીએસ કોરીડોરની મુલાકાત દરમિયાન મેયર બિજલ પટેલ, સ્ટે. ચેરમેન અમુલ ભટ્ટ , એલિસબ્રિજ વિધાનસભાનાં ધારાસભ્ય રાકેશ શાહ, પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા,મ્યુ.કમિશ્નર વિજય નહેરા અને બીઆરટીએસનાં અધિકારીઓ સાથે ટ્રાફિક પોલીસનાં અધિકારીઓ પણ જોડાયા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પોતાના નિરીક્ષણ દરમિયાન તમામ પાસાઓને તપાસ્યા હતા અને ધારાસભ્ય રાકેશ શાહનાં સુચનોને પણ સાભળ્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત બાદ કહ્યું હતું કે, અમારી કમિટી 15 દિવસમાં રીપોર્ટ તૈયાર કર્યા બાદ નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પગલા પણ ભરશે અને નાગરિકોને અપીલ કરી હતી કે, નાગરિકો બીઆરટીએસ કોરીડોરની અંદર પોતાના વાહન ન ચલાવે.

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની અડફેટે બે યુવકોના મોત નિપજ્યા હતા. તેના બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં બીઆરટીએસ બંધ કરાવવા માટે વિરોધ પ્રદર્શન કરાયું હતું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news