ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. જેથી ઉભા પાકને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં કપાસ મગફળી અને ડાંગરના પાકને મહત્વ અપાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી જાહેરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCને 27 ટકા અનામત, SC-ST માં ફેરફાર નહિ


ગુજરાતના મુખ્યમંત્રી લોકોની સુખાકારી માટે લોક ઉપયોગી નિર્ણયો કર્યા છે. ત્યારે જૂલાઈમા 80 ટકા વરસાદ થયો છે. વરસાદની ખોટ સર્જાઈ છે, પાણી હોવા છતાં પાક સુકાય રહ્યો છે. આ મુદ્દે ખેડૂતો અને કૃષિ મંત્રી તરફથી પણ 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની રજૂઆતો આવી છે. જે સંદર્ભે રાજ્ય સરકારે વીજળી અને પાણી આપવાની જાહેરાત કરી છે. જેના કારણે કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજકોટ અને જામનગરને 10 કલાક વિજળી અપાશે. આ સિવાય અમદાવાદ, દ્વારકા, બનાસકાંઠા, જૂનાગઢ અને સાબરકાંઠાનો પણ સમાવેશ થાય છે.


રક્ષાબંધન પહેલા બહેનોને સરકારે આપી મોટી ભેટ, એલપીજી સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો


રાજ્ય સરકારની આ જાહેરાતથી 12 લાખ ખેડૂતોને ફાયદો થશે. એટલું જ નહીં, ડાંગર, મગફળી અને કપાસના પાકોને ફાયદો થશે. સરકારે જણાવ્યું છે કે, જ્યાં પાણી માગવામાં આવશે ત્યા સિંચાઈ માટે પાણી આપવામા આવશે. નર્મદા ડેમ સિવાયના ડેમોમાંથી પણ પાણી આપવામા આવશે.


ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ પિતા બન્યો શૈતાન! સગીર પુત્રીને વર્ષો સુધી બનાવી હવસનો...


રાજ્યના ખેડૂતોને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પાવર અને પાણી આપવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવામાં આવશે જેનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે કુલ ૨૦.૨૮ લાખ ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોમાંથી ૧૪ જિલ્લાના અંદાજે ૧૨ લાખ જેટલા ખેતી વીજ જોડાણ ધરાવતાં ખેડૂતોને લાભ થશે. 


EXPLAINER: ગુજરાતમાં કઈ રીતે મળશે OBCનો લાભ, જાણી લો ગણિત અને ભલામણો


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયની મીડિયાને વિગતો આપતા મંત્રી દેસાઈએ કહ્યું હતું કે,રાજ્યમાં વરસાદ ખેંચાતા ખાસ કરીને ડાંગર, કપાસ અને મગફળી જેવા પાકને બચાવવા માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ,ખેડા, અમરેલી, સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતોની જરૂરીયાત અને માંગણી અનુસાર વીજળી અને પાણી પૂરૂ પાડવામાં આવશે.


આ વિસ્તારોમાં છે રક્ષાબંધનના દિવસે વરસાદની આગાહી! જાણો 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ


પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે સિંચાઇ માટે પાણી અપાશે. સરદાર સરોવર સહિત રાજ્યના જે ડેમોમાં ૮૦ ટકાથી વધુ પાણી છે તેવા ડેમોમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. રાજ્યમાં જુલાઈ માસ અંતિત સરેરાશ વરસાદના ૭૮% જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ સમગ્ર ઓગષ્ટ મહીનામાં માત્ર ૪ % જેટલો એટલે કે નહીવત વરસાદ પડ્યો છે. જેથી વરસાદ ખેંચાતા રાજ્યમાં ખરીફ પાકને બચાવવા માટે પાણીની જરૂરીયાત ઉભી થઈ છે. 


BIG BREAKING:ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય


જેના લીધે રાજ્યના ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને ખેડૂત અગ્રણીઓ દ્વારા ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના મારફત નર્મદાનું પાણી આપવા માટે રજૂઆતો મળી હતી. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક નિર્ણય લઈને ઉત્તર ગુજરાત વિસ્તારની સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર,હયાત ૧૨ ઉદ્દવહન પાઈપલાઈનો તથા સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના થકી જોડાયેલ ૨,૦૦૦ થી વધુ તળાવો/ચેકડેમો જળાશયોમાં નર્મદાનું પાણી આપવા માટેનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.


ચોમાસાની પેટર્નમાં ફેરફાર, ઓગસ્ટમાં પડ્યો ઓછો વરસાદ, હવે સપ્ટેમ્બરમાં શું થશે? જાણો