આ વિસ્તારોમાં છે રક્ષાબંધનના દિવસે વરસાદની આગાહી! જાણો 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે?
Monsoon Prediction: રક્ષાબંધનનો તહેવાર બુધવારના રોજ છે. તો ઘરની બહાર જતા પહેલા જાણી લો કે આવતા સાત દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે અને વરસાદનું પ્રમાણ એકદમ ઓછું થઇ જશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, બે દિવસ બાદ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે બે દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. અલ નીનોની અસરના કારણે સારા વરસાદની હજુ પણ રાહ જોવી પડશે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકાં રહેવાની સંભાવના છે. આ દરમિયાન નોર્થ ગુજરાત પણ સૂકું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
આગામી 24 કલાકમાં રાજ્યમાં હળવો વરસાદ થઇ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાતના એક કે બે જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની નહીંવત શકયતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સાત દિવસ સુધી ડ્રાય રહેશે. આગામી એક સપ્તાહ સુધી કોઇ સિસ્ટમ સક્રિય થાય એવું હાલ નથી લાગી રહ્યુ. ઓગષ્ટ મહિનામાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો 94.5 ટકા વરસાદ નોંધાયો છે.
ઓગસ્ટ મહિનો કોરો રહ્યો બાદ લોકોને સપ્ટેમ્બરમાં વરસાદની આશા બંધાઈ હતી. પરંતુ લોકોની આ આશા ઠગારી નીવડનારી છે. કારણે કે, આખા સપ્ટેમ્બરમાં છુટાછવાયા વરસાદ સિવાય વરસાદની કોઈ આગાહી નથી. વાતાવરણમાં ફરી ગરમીનો મારો શરૂ થઈ ગયો છે. આવામાં લોકોને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે, શુ ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગઈ છે. શું હવે વરસાદ નહિ આવે. ત્યારે આ ડર વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર એક નજર કરી લેવા જેવી છે.
સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ગરમી વધશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. તેમના અનુસાર, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જેથી બીજા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. 13 અને 14 સપ્ટેમ્બરે અરબ સાગરમાં હવાનું દબાણ ઉભું થવાની શક્યતા છે. જોકે સપ્ટેમ્બરના બીજા સપ્તાહ બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થઇ શકે છે.
આગામી સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે. નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે, જ્યારે બે દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. અલ નીનોની અસરના કારણે સારા વરસાદની હજુ પણ રાહ જોવી પડશે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સૂકાં રહેવાની સંભાવના છે. આ દરમિયાન નોર્થ ગુજરાત પણ સૂકું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ હતુ કે, કચ્છમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા નહિવત છે. ત્યાંનું વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદને લઈને હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદમાં આજે 34.5 ડિગ્રી તાપમાન છે. હાલ રાજ્યમાં 94.5 ટકા વરસાદ પડ્યો છે.
Trending Photos