આશ્કા જાની/અમદાવાદ: ગુજરાતના અનેક શહેરોમાં વિધ્નહર્તા દેવ ગણપતિદાદાનો મહોત્સવ નજીક આવતા જ ગણેશજીના સ્થાપનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગણપતિ મહોત્સવનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશ સ્થાપનાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણેશ ભક્તો ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માંડયા છે. આ તરફ અમદાવાદમાં શ્રીજીના વધામણા માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. 50 હજારથી વધુ મૂર્તિઓ શહેરમાં સ્થાપિત થશે. 1 ફૂટથી લઈ 21 ફૂટ સુધીની મૂર્તિ સ્થાપિત થશે. ગણેશની આકર્ષક પ્રતિમાઓને કારીગરો દ્વારા અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. જો કે મોટાભાગે યુવક મંડળો દ્વારા પોતાના થીમ આધારિત ગણપતિની પ્રતિમા બનાવવાના ઓર્ડરો કારીગરોને આપી દીધા છે. સાથે સાથે વધતા જતા ગણેશ મહોત્સવના ક્રેઝને લઈને હાલ ઘરે-ઘરે પણ લોકો ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી 10-1૦ દિવસ સુધી પૂજા-અર્ચના કરશે.


ઓનલાઇન હાજરીથી વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો છતા ‘શિક્ષકોનો વિરોધ’


જો કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ગણેશજીની પ્રતિમાના ભાવમાં 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. લોકો હજુ પણ પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓની ખરીદી કરતા હોય છે. જે ઝડપથી બની જાય છે મૂર્તિ બનાવનાર કારીગરોનું કેહવું છે કે પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ કરતા માટીની મૂર્તિ બનાવામાં સમય અને ખર્ચ બંને વધારે થાય છે.


પ્રદુષણ અટકાવવા કચરામાંથી બનશે ‘બાયોગેસ’, વેસ્ટ ખાદ્ય તેલમાંથી બનશે ‘બોયડિઝલ’


કેટલાક યુવક મંડળો દ્વારા પોતાના થીમ આધારિત માટીથી તૈયાર કરવામાં આવતા ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવા માટે કારીગરોને ઓર્ડર પણ આપી દીધા છે. મહારાષ્ટ્રમાં ખાસ પ્રચલિત એવા ગણેશ મહોત્સવની ધીમે ધીમે ગુજરાતમાં પણ ખ્યાતિ થઈ છે જો કે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે રો-મટીરીયલ તેમજ બાંબુઓના ભાવ વધારાને પગલે ગણેશજીની પ્રતિમાના ભાવમાં 15 થી 20 ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે. હાલ બજારમાં ૩ ફૂટથી માંડી 15 ફૂટ સુધીની રૂપિયા ૩ હજારથી લઈ ૩૦ હજાર સુધીની ગણેશજીની પ્રતિમાઓ જોવા મળી રહી છે. ભાવ વધી રહ્યા છે લોકો નાની મૂર્તિ ખરીદી રહ્યા છે.


PDPU પદવી સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ


કારમી મોંઘવારી અને કાચો માલ મોંઘો બનતા આ વખતે બાપાની મૂર્તિના ભાવમાં વધારો થોડો જોવા મળ્યો છે. પરતું પ્લાસ્ટર ઓફ પેરીસથી તૈયાર કરવામાં આવતી મૂર્તિઓ પર્યાવરણ માટે નુકસાનકારક હોઈ તંત્ર દ્વારા માટીથી તૈયાર કરાયેલ ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપન કરવા તાકીદ કરવામાં આવી છે.


જુઓ LIVE TV :