પ્રદુષણ અટકાવવા કચરામાંથી બનશે ‘બાયોગેસ’, વેસ્ટ ખાદ્ય તેલમાંથી બનશે ‘બોયડિઝલ’

વધતા પ્રદૂષણને અટકાવવા માટે પેટ્રોલિયમ મંત્રાલયની નવી પહેલ કરવામાં આવી હતી. વેસ્ટ કચરામાંથી બાયોગેસ અને વેસ્ટ ખાદ્ય તેલમાંથી બાયોડીઝલ બનાવા માટે કામગીરી શરુ કરવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ,ભારત પેટ્રોલિયમ,હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ બાયોગેસ અને બાયો ડીઝલના પ્રોજેક્ટમાં સંયુક્ત કામ કરશે. 

Updated By: Aug 29, 2019, 09:51 PM IST
પ્રદુષણ અટકાવવા કચરામાંથી બનશે ‘બાયોગેસ’, વેસ્ટ ખાદ્ય તેલમાંથી બનશે ‘બોયડિઝલ’

મૌલિક ધામેચા/અમદાવાદ: વધતા પ્રદૂષણને અટકાવવા માટે પેટ્રોલિયમ મંત્રાલયની નવી પહેલ કરવામાં આવી હતી. વેસ્ટ કચરામાંથી બાયોગેસ અને વેસ્ટ ખાદ્ય તેલમાંથી બાયોડીઝલ બનાવા માટે કામગીરી શરુ કરવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ,ભારત પેટ્રોલિયમ,હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ બાયોગેસ અને બાયો ડીઝલના પ્રોજેક્ટમાં સંયુક્ત કામ કરશે. 

કચરામાંથી બાયોગેસ બનાવવાના તેમજ વેસ્ટ ખાદ્ય તેલ માંથી બાયોડીઝલ બનાવવા માટે ત્રણેય કંપનીઓ કામ કરી રહી છે. ત્યારે અમદાવાદમાં પેટ્રોલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને માહિતી પૂરી પાડવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર પેટ્રોલ પંપ માલિકો તેમજ ઉદ્યોગકારોને બાયોગેસ અને બાયોડીઝલ અંગેના ફાયદા અને તેને કેવી રીતે શરૂ કરી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અંડરવોટર એટેકની ચેતવણીના 2 દિવસ પહેલા જ હરામીનાળાં પાસેથી 2 પાકિસ્તાની બોટ મળી હતી

બે ટન જેટલું બાયોગેસ બનાવવા માટે લગભગ ૭ થી ૮ કરોડ રૂપિયાનીનો ખર્ચ લાગશે. તેમજ ઉદ્યોગ શરૂ કરવા માંગતા ઉદ્યોગસાહિસકોને સરળ રીતે લોન મળી રહે તે માટે બેંકોને પણ રજૂઆતો કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો 2 ટન બાયો ગેસ ઉત્પાદન માટે લગભગ ૭૦ ટન જેટલો કચરોની જરૂર પડશે. કચરાના નિકાલની જે સમસ્યા હાલ નડી રહી છે તેનું પણ નિરાકરણ આવશે. સાથે બાયોગેસના વપરાશથી પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે.

જુઓ LIVE TV :