ચેતન પટેલ, સુરતઃ જ્યારે તમારી પાસે સંતાનો હોય, મિલ્કત હોય પરંતુ તમને કોઈ સાચવવા તૈયાર ન હોય તો તમારી પાછલી જિંદગી કફોડી બની જાય છે. સુરતમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાની પાસે મિલ્કત હોવા છતા એક વૃધ્ધ હાલ કચરાપેટી પાસે બેસી પોતાનુ પેટ ભરી રહ્યા છે. લોકોએ ફેંકેલુ ખાઇ છેલ્લા દસ દિવસથી પોતાનું પેટ ભરી રહ્યા છે. પોતાને સંતાનમાં ત્રણ દીકરા હોવા છતાં કોઇ દીકરો તેમને રાખવા તૈયાર નથી. તેમની બે દિકરી પૈકીની એક દિકરી તેમની સંભાળ રાખતી હતી. જો કે એક મહિના પહેલા સંભાળ રાખનાર દિકરીનુ પણ કરુણ મોત નિપજતા પિતા નોંધારા બની ગયા છે. હાલ એવી પરિસ્થિતિનુ નિર્માણ બની ગઇ છે કોઈ સંતાન તેમને રાખવા તૈયાર નથી. લોકો મહેણાટોણા મારે તે માટે રાત્રિના આવી જઇ તેમને થોડુ જમવાનુ આપી નાસી છુટે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ગોપીપુરા વિસ્તારમા આવેલા સોનીફળિયામા રહેતા બાલુભાઇ રાણા ઝરીના ઉઘોગ સાથે સંકળાયેલા હતા. તેમને સંતાનમા ત્રણ દીકરા અને બે દિકરી હતી. શરુઆતના સમયે તેમની પત્નીના  નિધન થયા બાદ તેમના અન્ય બે દિકરા અલગ રહેવા ચાલ્યા ગયા હતા. બાદમા બાલુભાઇને તેમની મોટી દિકરી કૌશલ્યા સારસંભાળ રાખી જમવાનુ આપતી હતી. દરમિયાન બાલુભાઇનો મોટો દિકરો માનસિક રીતે અસ્વસ્થ બની ગયો હતો. જેથી તે બાલુભાઇ સાથે જ રહેતો હતો. એક મહિના અગાઉ બાલુભાઇની સારસંભાળ રાખતી તેમની દિકરી કૌશલ્યાનું કોરોનાથી મોત નીપજયુ હતુ. 


દિકરીના મોત બાદ અન્ય કોઇ સંતાન તેમની સારસંભાળ માટે ઘરે આવતા નથી. બાલુભાઇની 75 વર્ષની ઉમર થઇ ગઇ હોવાથી તેઓ ચાલી પણ શકતા નથી. એવો સમય આવી ગયો હતો કે બાલુભાઇ અને તેમના દિકરાને બે ટંકનુ ભોજન પણ નસીબ થતું ન હતુ. જેથી બાલુભાઇ ઘર નજીક આવેલી કચરાપેટી પાસે બેસી રહેતા હતા. આસપાસના લોકો જે એઠવાડ નાખી જતા હતા તે જ ખાઇ પોતાનુ પેટ ભરતા હતા. બાલુભાઇ પાસે ફીકસ ડિપોઝિટ તથા પોતાના નામે મકાન પણ છે. પરંતુ હાલ એવી પરિસ્થતિ થઇ ગઇ છે કે પોતાની દિકરી કે દીકરો પણ તેમને જોવા પણ આવતા નથી. જ્યારે દીકરા તેમના પિતા અને ભાઇને જોવા આવે છે ત્યારે આસપાસના રહીશો દ્વારા તેમને ટોણા મારી પિતા અને ભાઇને તેમની સાથે લઇ જવા માટે પણ કહેવામા આવુ હતુ.


કોરોનાની અસરઃ સુરત ટેક્સટાઈલ માર્કેટને 14500 કરોડનું નુકસાન


જો કે માનવતા નેવે મુકેલા પુત્રો આખ આડા કાન કરીને ત્યાથી જતા રહેતા હતા. પાડોશીના ટોણાથી બચવા માટે પુત્રો કેટલીક વાર રાત્રિના સમયે આવતા હતા અને થોડુ જમવાનુ આપી ત્યાથી જતા રહેતા હતા. જો કે છેલ્લા દસ દિવસથી જમવાનુ નહિ મળતા વૃદ્ધ બાલુભાઇ કચરાપેટી પાસે જ બેસી ત્યાજ એઠેલુ ખાય પોતાનુ પેટ ભરતા હતા. બાદમા સામાજિક સંસ્થાને આ ઘટનાની જાણ થતા જ તેઓ દ્વારા બાલુભાઇને રિક્ષામા બેસાડી ફરી તેમના ઘરે લાવવામા આવ્યા હતા. બાદમા તેમના દ્વારા તેમના પુત્રને આ અંગે જાણ કરી હતી. જો કે પુત્રએ પણ શરુઆતમા પિતા અને માનસિક અસ્વસ્થ ભાઇને રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે બાદમા પોલીસ કેસ કરવાની ધમકી આપતા તે બંનેને રાખવા રાજી થયો હતો. હાલ સામાજિક સસ્થા દ્વારા આ બંનેને વૃધ્ધાશ્રમમા રાખવાનો વિચાર કરવામા આવી રહ્યો છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube