બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં પેટલાદની એચ.ડી.એફ.સી બેંકનાં મેનેજર અને પાંચ સેલ્સ ઓફીસરોએ મહિલાઓને લોન અપાવવાનાં બહાને બેંકમાંથી લોન મેળવી બારોબાર 44.06 લાખની ઉચાપત કર્યાની ફરીયાદ પેટલાદ ટાઉન પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીનાં દિવસોમાં પાંચ સેલ્સ ઓફીસરોને ઝડપી પાડી બેંકનાં મેનેજરને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રના સિદસર જેવું જ પાટણ પાસે બનશે ખોડલધામ, આ તારીખે ખાતમુહૂર્ત, CM રહેશે હાજર


એચ.ડી.એફ.સી બેંકનાં મેનેજર અને પાંચ સેલ્સ ઓફીસરોએ બેંકમાંથી મહિલાઓનાં ગૃપને ગૃહઉદ્યોગ, ધર રીપેીંગ વેપાર ધંધા વધારવા તેમજ પશુપાલન સહિતની લોનો અપાવવા માટે મહિલા ગ્રાહકોનાં નામે ખોટુ ગૃપ બનાવી તેઓ ઓથોરાઈઝ પરસન નહી હોવા છતાં ખોટી સહીઓ કરી ખોટા લોન સર્ટીફિકેટો બનાવી તેમજ લોન મેળવ્યા બાદ લોનનાં હપ્તાઓ ભરપાઈ થઈ ગયા છે. તેવા બનાવટી નાણા જમા કરાવ્યાની પાવતીઓ બનાવી ખોટા સહી સિક્કાઓ કરી તેમજ બનાવટી લોન કલોઝર સર્ટીફિકેટો બનાવી મેનેજર અને પાંચ સેલ્સમેનોએ ભેગા મળી 44.06 લાખની ઉચાપત કરી વિશ્વાસધાત અને છેતરપીંડી કરી હતી.


ગુજરાતની આ જાણીતી ડેરીનું દૂધ પીતા હો તો સાવધાન, નમુના લેબમાં થયા ફેલ


બેંકનાં ઓડીટ દરમિયાન સમગ્ર કૌભાંડ બહાર આવતા આ બનાવ અંગે બેંકનાં કલસ્ટર હેડ અર્પિત પંચાલએ પેટલાદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજર અને પાંચ સેલ્સ મેનેજર સહીત છ જણા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી અને ગણતરીનાં કલાકોમાં આરોપીઓ સેલ્સ મેનેજર અર્જુનભાઈ નાયક, ધીરેન્દ્ર જાદવ, ધનશ્યામભાઈ સોલંકી, રજનીકાંત મકવાણા, હિતેશકુમાર પરમારને ઝડપી પાડી તેઓની છેતરપીંડીનાંગુનામાં ધરપકડ કરી હતી. જયારે રીલેસનસીપ મેનેજર નિલય ચૌધરીને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.


દિવાળી સુધરી! આ કંપની આપવાની છે છપ્પરફાડ રિટર્ન, 105 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર


આ સમગ્ર છેતરપીંડીની ધટનામાં રીલેસનસીપ મેનેજર અને સેલ્સ મેનેજર સહીત છ જણાએ ષડયંત્ર રચીને મહિલાઓનાં ગૃપ બનાવી તેઓનાં દસ્તાવેજોનાં આધારે બેંકમાંથી લોન લીધી હતી અને તે લોનની રકમ ભરપાઈ કરવાનાં બદલે લોનનાં હપ્તા ભરપાઈ કર્યા છે, તેવી ખોટી રસીદો બનાવી લોન ભરપાઈ થઈ હોવાનાં બોગસ કલોજર સર્ટી બનાવ્યા હતા. 


ઝુનઝુનવાલાના ગુરુના આ શેરમાં રોકાયેલા છે રૂપિયા, કયા શેર પર કરે છે સૌથી વધુ વિશ્વાસ?


આ સમગ્ર બનાવમાં રીલેસનસીપ મેનેજર તરીકે ફરજ બજાવતા નિલય ચૌધરીએ લોનની પ્રોસીજર દરમિયાન લોન અરજદારનાં ધરે જઈ વેરીફિકેશન કરવાની કામગીરી કર્યા વિના પોઝીટીવ રીપોર્ટ આપી દીધો હતો.અને ત્યારબાદ છ જણાએ ભેગા મળી સમગ્ર કાવતરાને અંજામ આપ્યો હતો.


રૂવાડાં ઉભા થશે! આણંદના 200થી વધુ નાગરિકો ઇઝરાઈલમાં ફસાયા, પરિવારજનો ચિંતામાં