આણંદ: વેપારી ‘પોલીસ ઇન્કવાયરીથી કંટાળી’ વોટ્સએપમાં સ્યુસાઇડ મેસેજ લખી ગુમ
આણંદના લાકડાના વેપારી રાંચી માંથી રહસ્યમય રીતે ગુમ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આણંદના વેપારી વોટ્સએપ મેસેજ કરી ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો છે. મેસેજમાં નવીન પટેલ નામના વ્યાપારીએ ઉલ્લેખ કર્યો છે, કે તે NIAની તપાસથી કંટાળી જીવન ટૂંકાવી રહ્યો છે.
ઉદય રંજન/અમદાવાદ: આણંદના લાકડાના વેપારી રાંચી માંથી રહસ્યમય રીતે ગુમ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આણંદના વેપારી વોટ્સએપ મેસેજ કરી ગુમ થતા પરિવાર ચિંતામાં મુકાયો છે. મેસેજમાં નવીન પટેલ નામના વ્યાપારીએ ઉલ્લેખ કર્યો છે, કે તે NIAની તપાસથી કંટાળી જીવન ટૂંકાવી રહ્યો છે.
વેટ્સએપમાં કરલા મેસેજમાં શું લખ્યુ ?
ભગવાન ભાઈ,
હું સ્યુસાઇડ કરું છું, મારી લાઈફથી કંટાળી ગયો છું
સવારે ધુર્વ - ધૈર્ય અને જસુને તમારી ઘરે લઈ જજો જલ્દી
હું પોલીસની ઈન્કવાયરીથી રાંચીથી કોઈ જગ્યા પર સ્યુસાઇટ કરું છું
છોકરાની જિંદગી મેં બરબાદ કરી નાખી છે
હવે કોઈ જ રસ્તો નથી ભાઈ મારી પાસે
એટલે આ પગલું ભરું છું
જસુએ મને ખુબજ સાચવ્યો છે પણ હવે મારો ટાઈમ સારો નથી કે મારી જિંદગી જીવું
મને બોવ જ લોકો એ મીસ યુઝ કર્યો છે
તમે મને દિલથી રાખ્યો છે
આથી આ રિલેશનશિપ પુરી છે
ધુર્વ અને બંટી અને જસુનું ધ્યાન રાખજો
તેને સારી લાઈન આપજો
બન્ને છોકરા મારા ભગવાન છે
મેં તેને કોઈ સારી લાઈન નથી આપી
શું કરું,બસ,બાય
નવીન પટેલ
[[{"fid":"226570","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ANAND-2.jpg","field_file_image_title_text[und][0][value]":"ANAND-2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"ANAND-2.jpg","field_file_image_title_text[und][0][value]":"ANAND-2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"ANAND-2.jpg","title":"ANAND-2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
અરવલ્લી: ધનસુરા બુટાલ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, બેના સ્થળ પર મોત
આ મેસેજ વાંચી પરિવારના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. વેપારી નવીન પટેલને NIAની એક નોટિસ આવી હતી. જે નોટિસમાં નવીન પટેલને રાંચી ખાતેના NIA કચેરી ખાતે નિવેદન લખવા માટે જવાનું હતું. જેના પગલે નવીન પટેલ 27મી જુલાઈના રોજ રાંચી NIAની કચેરી ખાતે નિવેદન લખવા માટે ગયા હતા. અને નિવેદન લખાવ્યું પણ હતું, નિવેદન લખાવ્યા બાદ 30મી જુલાઈના રોજ બપોરના 4 વાગ્યા આસપાસ આ મેસજ પત્ની જયશ્રી પટેલ અને ભગવાન પટેલને મોકલી આપ્યો હતો.
અલ્પેશ કથીરિયાના રાજદ્રોહ કેસમાં જામીન મંજૂર, સુરતમાં નહીં મુકી શકે પગ
પરિવાર સાથે ZEE 24 કલાકની ટીમે વાત કરી તો જવા મળ્યું કે, વર્ષ 2016માં રાંચીમાં એક નક્સલી ગ્રુપના 25 લાખ રૂપિયા રોકડા પકડાયા હતા. જે કેસના અનુસંધાને NIAએ નિવેદન લખવા માટે બોલાવ્યા હતા. અને નિવેદન લખાવ્યા બાદ નવીન પટેલએ સ્યુસાઇડ મેસેજ લખી ગૂમ થતા અનેક સવાલો ઉભા થઇ રહયા છે. ત્યારે શું નવીન પટેલને NIAનો કોઈ ત્રાસ હાતો કે પછી નક્સલી ગ્રુપનો ત્રાસ એ એક કોયડો છે.
જૂઓ LIVE TV.....