અરવલ્લી: ધનસુરા બુટાલ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, બેના સ્થળ પર મોત

ધનસુરાના બુટાલ પાસે કાર, બાઇક અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઇક સવારના મોત થયા છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અરવલ્લી: ધનસુરા બુટાલ પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, બેના સ્થળ પર મોત

સમીર બલોચ, અરવલ્લી: ધનસુરાના બુટાલ પાસે કાર, બાઇક અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઇક સવારના મોત થયા છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અરવલ્લીના ધનસુરા બુટાલ પાસે એક કાર, બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળા એકઠા થયા હતું. જ્યારે અકસ્માતને કારણે એક બાજુનો રસ્તો બંધ થતા વાહનોની લાઈનો લાગી હતી. આ ઘટનાની જાણ થતા 108 સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળ પરથી ટોળાને દૂર કર્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

જો કે, પોલીસે આ ઘટનામાં બાઇક પર સવાર બે વ્યક્તિઓના મોત થતા તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે એક બાળક સહીત અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિલ ખસેડવામાં આવ્યા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news