ગુજરાતના ગૌરવને ચાર ચાંદ લગાવતી ઘટના, આણંદના ફૂટપાથનું ટેલેન્ટ હવે યુએનમાં ઝળકશે
Pride Of Gujarat : યુએન દ્વારા 12મી એપ્રિલનાં રોજ રિલીઝ થનારા ‘સ્ટ્રીટ ચિલ્ડ્રન સોંગ’માં આણંદની ફૂટપાથ શાળાના બાળકો વિશ્વ કક્ષાએ ચમકશે
બુરહાન પઠાણ/આણંદ : યુએન દ્વારા તૈયાર કરવામાં આવનાર ચિલ્ડ્રન સોંગ્સ માટે આણંદની ફૂટપાથ શાળામાં અભ્યાસ કરતા બાળકોની પસંદગી કરવામાં આવી છે. અને આ સોંગ માટે યુએનનાં એમ્બેસેડર હાલમાં ફૂટપાથ શાળામાં ગીતનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી 12 એપ્રિલનાં યુએન દ્વારા રિલીઝ કરનારા ચિલ્ડ્રન સોંગમાં આણંદની ફૂટપાથ શાળાના બાળકો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી ઉઠશે.
આણંદ શહેરમાં મહિલા અધ્યાપિકા ઉમા શર્મા દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારના બાળકોને ફૂટપાથ પર શાળા ઉભી કરી છેલ્લા કેટલાક વર્ષોથી ભણાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં ગુજરાતના પ્રવાસે આવેલા યુએન એમ્બેસડર વેટર્ન મેલકરોનીયનનાં ધ્યાનમાં આ ફૂટપાથ શાળા આવી હતી. તેથી તેઓએ યુએન દ્વારા તૈયાર થનારા સ્ટ્રીટ ચિલ્ડ્રન સોંગ્સ માટે આ ફૂટપાથ શાળાના બાળકો પર પસંદગી ઉતારી છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ આ સોંગ માટે ફૂટપાથ પર અભ્યાસ કરતા બાળકોનું શૂટિંગ કરી રહ્યાં છે. ત્યારે હવે યુનો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આગામી 12મી અપ્રિલના રોજ રિલીઝ થનારા સ્ટ્રીટ ચિલ્ડ્રન સોંગ્સમાં આણંદની ફૂટપાથ શાળાના બાળકો જોવા મળશે.
લંડન સ્થિત વર્તાન મેલ્કોનિયનએ સ્ટ્રીટ સ્લગથી લઈને રોયલ ફિલહામોર્નિક ઓરકેસ્ટ્રામાં સંગીત આપ્યું છે, તેઓનું ગ્રૂપ લંડન સિમ્ફની ઓર્કેસ્ટ્રા વિશ્વભરમાં અન્ય ઓરકેસ્ટ્રા સાથે મળીને શોખીન લોકો માટે પરફોર્મ કરે છે, 1950 ના દાયકાની શરૂઆતમાં આઠ વર્ષની ઉંમર સુધી લેબનોનમાં બર્ડ્સ નેસ્ટ અનાથાશ્રમમાં અનાથ તરીકે ઉછરેલા, અને તેમનું જીવન બેરૂતની ઝૂંપડપટ્ટીમાં ઉબડ-ખાબડ હતું, અને આજે મેલ્કોનિયન, બ્રિટીશ-આર્મેનીયન કંડક્ટર અને વ્યાવસાયિક સંગીતકાર બન્યા છે, અને સાથે શેરી બાળકોની સ્થિતિ પણ દર્શાવે છે.
હાલમાં આણંદ શહેરમાં મેલ્કોનિયન શેરી બાળકોને પસંદ કરી રહ્યા છે, જેમના અવાજ વિશ્વ કક્ષાએ 12 એપ્રિલના રોજ જિનીવા ખાતેના સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયમાંથી આંતરરાષ્ટ્રીય દિવસના ભાગ રૂપે ખાસ પ્રસારિત ગીતમાં સાંભળવામાં મળશે. ઓફ સ્ટ્રીટ ચિલ્ડ્રન. સ્ટ્રીટ કિડ્સ ગીત વિશ્વભરના લાખો શેરી બાળકોની ધીરજ અને દૃઢતાની ઉજવણી હશે. યુનાઇટેડ નેશન્સ અને યુનાઇટેડ કિંગડમના સ્ટ્રીટ ચિલ્ડ્રન માટેનું કન્સોર્ટિયમ દર વર્ષે 12 એપ્રિલના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ સ્ટ્રીટ ચિલ્ડ્રન તરીકે ઉજવે છે. મેલ્કોનિયને એક ગીત કમ્પોઝ કર્યું છે જે ઉમા શર્માએ જૂન 2018 માં શરૂ કરેલી આણંદ ફૂટપાથ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા રજુ કરાયું છે. આ ગીત તેઓએ આણંદના શેરી બાળકો માટે ગીત કંપોઝ કર્યું છે તે ભારતીય ફિલસૂફી અને ભગવાન સ્વામિનારાયણ પર આધારિત છે. અનુપમ મિશન અને BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સાથેના તેમના ગાઢ જોડાણને કારણે ગયા વર્ષે આણંદની ફૂટપાથ સ્કૂલ વિશે જાણનાર મે્લ્કોનિયનએ યુએન એમ્બેસેડર હોવાને કારણે, અનાથ અને શેરી બાળકોની દુર્દશા વિશે વાત કરે છે. આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં, એક મીટિંગ દરમિયાન, તેઓએ વિશ્વભરના શેરી બાળકો માટે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું.
મેલ્કોનિયન, જેઓ યુએન સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોગ્રામના માનવતાવાદી રાજદૂત છે અને યુકેના શેરી બાળકો માટેના સંઘના આશ્રયદાતા છે. તેઓએ કહ્યું હતું કે હું આણંદની ફૂટપાથ સ્કૂલમાંથી એક યુવાન છોકરીને શોધવાનો પણ પ્રયાસ કરી રહ્યો છું જે ગીત માટે થોડું સોલો કરી શ. જે ઈંગ્લેન્ડની સેન્ટ ક્લેમેન્ટ સ્કૂલના બાળકો સાથે ગાશે અને ડાન્સ પણ કરશે. 12 એપ્રિલના રોજ યુએનના સ્પેશિયલ ટેલિકાસ્ટમાં ભારત, ઈંગ્લેન્ડ અને ઈજિપ્તના બાળકોના રેકોર્ડિંગ્સ સામેલ હશે. માત્ર ગયા અઠવાડિયે જ, યુકેમાં બાળકોએ લંડનના આઇકોનિક પિકાડિલી સર્કસમાં એક ગીત રેકોર્ડ કર્યું હતું, જેના માટે મેટ્રોપોલિટન પોલીસે પણ ક્રિસમસની લાઇટ વહેલી ચાલુ કરી હતી. “એક ગાયક તરીકે, મેં તેમની સાથે ગાયું. હવે હું ગુજરાતમાં છું અને અહીં આણંદમાં ફૂટપાથ સ્કૂલના બાળકો તેનો એક ભાગ રજૂ કરે છે. તેમને શીખવવું અને અંગ્રેજીમાં ગીત ગાવાનું સાંભળવું ખૂબ જ અદ્ભુત છે.
મેલ્કોનિયન ઇજિપ્તની મુસાફરી કરશે, જ્યાં ગીઝા પિરામિડની પૃષ્ઠભૂમિમાં બાળકો સાથે સમાન રેકોર્ડિંગ કરવામાં આવશે. "આ કમ્પોઝિશનનો સમગ્ર હેતુ અનાથ અને શેરીનાં બાળકોને એ જણાવવાનો છે કે આ દુઃખદ સમયમાં અમે તેમને દરેક ક્ષણે યાદ કરીએ છીએ," તેમણે ઉમેર્યું કે આ રચના શફલ રિધમ પર આધારિત છે જેથી કરીને વિશ્વભરના યુવાનો આ સાથે જોડાઈ શકે
આણંદમાં ફુટપાથ શાળ ચલાવતા ઉમા શર્માએ કહ્યું હતું કે પહેલ માટે હું ખૂબ જ ઉત્સાહિત છું કે મારી શાળાના બાળકોને આ ગીત માટે ભારતભરમાંથી પસંદ કરવામાં આવ્યા છે જે વૈશ્વિક સ્તરે પ્રસારિત થશે. મારી શાળાનાં બાળકો પહેલાથી જ ગીતો શીખવા લાગ્યા છે, અને અંગ્રેજીમાં ગાવાનું શરૂ કરી દીધું છે, . 50 વર્ષીય ઉમા શર્માએ અમદાવાદમાં ગીતા મંદિર સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સ્ટેન્ડ પાસે ''''ભૂત ની આમલી'''' ખાતેના ગેરેજની અંદર ઉછર્યા હતા અને સ્ટ્રીટલાઈટની નીચે અભ્યાસ કરીને શાળાનું શિક્ષણ પૂરું કર્યું હતું. અને હવે તે શ્રમિક બાળકોને શિક્ષિત કરવા માટે ફુટપાથ શાળા ચલાવી રહ્યા છે.