ઝી બ્યુરો/આણંદ: ગુજરાતના એક ક્લેક્ટર સામે મહત્વના એક્શન લેવામાં આવ્યા છે. આણંદના કલેક્ટર ડી. એસ. ગઢવી સામે એક વીડિયો-ક્લિપ વાઇરલ થવાની ઘટના બની હતી. આ સંદર્ભે તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગર સચિવાલય દ્વારા અચાનક આણંદના કલેકટરને સસ્પેન્ડ કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે બીજી તરફ મિલિંદ બાપનાને આણંદ કલેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાલ ચર્ચા ચાલી રહી છે કે આણંદના કલેક્ટર ડી.એસ. ગઢવીને કલેક્ટર કચેરીમાં બહાર આવેલું વીડિયો ક્લિપિંગ નડી ગયું છે અને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સરકારે આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.



ઉલ્લેખનીય છે કે આણંદ કલેક્ટર ડી એસ ગઢવી સામે એક વીડિયો ક્લિપ વાઈરલ થવાની ઘટનાને લઈને સસ્પેન્ડ કરાયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોના પૂરાવા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા કલેકટરને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું મનાય છે. આ અંગે અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.


હવે આણંદ કલેક્ટરની જવાબદારી કોને મળી?
હવે આણંદના જિલ્લા કલેક્ટર તરીકેની જવાબદારી મિલિંદ બાપનાને વધારાના ચાર્જ સાથે સોંપવામાં આવી છે. જે આણંદના જિલ્લા વિકાસ અધિકારી છે. તેઓ આ કાર્યભાર ત્યાં સુધી સંભાળશે જ્યાં સુધી સરકાર તરફથી અહીં નિયુક્તિનો કોઈ અન્ય ઓર્ડર થાય નહીં. સરકારે ઓર્ડરમાં એવું પણ લખ્યું છે કે આ કારણે અમે તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી રહ્યા છીએ. તેમને આ દરમિયાન મળતા એલાઉન્સ અને પગારના ધારા ધોરણોને અનુસરવામાં આવશે. આ અંગે અન્ય વિભાગોને પણ જાણકારી આપવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે, આણંદની જિલ્લા કલેકટર કચેરીમાં બનેલી ઘટના બાદ મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર થયા બાદ એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં છે, જેમાં અધિક મુખ્ય સચિન સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.


કોણ છે ડીએસ ગઢવી
મૂળ મહેસાણાના વતની ડી.એસ.ગઢવીએ ઈલેક્ટ્રોનિક્સ વિષય સાથે બી.ઈ.નો અભ્યાસપૂર્ણ કરીને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા. 2015ના પ્રોબેશનરી આઈ.એ.એસ દિલીપ એસ ગઢવીએ 2022માં આણંદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળ્યો હતો.