બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લામાં ફેસબુક પર લોન અપાવવાની જાહેરાતો કરી લોકો સાથે 1.46 લાખની છેતરપીંડી કરનાર ટોળકીનાં ચાર શખ્સોને વલ્લભવિદ્યાનગર પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખો છે ઘાતક! અમદાવાદ સહિત આ 4 જિલ્લામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી


ફેસબુક એકાઉન્ટ પર લોકોને લોન અપાવવાની ભ્રામક જાહેરાતો કરી લોન મેળવવા માટે સંપર્ક કરનાર લોકોને લોન અપાવવાની લાલચો આપી સિબિલ સ્કોર ઓછો પડે છે તેમ કહી કયુઆર કોડ મોકલી પોતાનાં એકાઉન્ટમાં નાણા ભરાવીને 1.46 લાખની ઠગાઈ આચર્યાની ફરીયાદ વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે નોંધાતા પોલીસે ઠગ ટોળકીનાં ચાર આરોપીઓને ઝડપી પાડી લોન અપાવવાનાં બહાને ઠગાઈ કરવાનાં કૌભાંડનો પર્દાફાસ કર્યો હતો. 


અ'વાદમાં વધુ એક નબીરાનું મોટું કારસ્તાન! પુરપાટ ઝડપે કિશોરીને લીધી અડફેટે, કરૂણ મોત


મોગરી ગામે સહકાર સોસાયટી જીટોડીયા રોડ ખાતે રહેતાં વિશાલ મહીજીભાઈ વણકર, હર્ષિત અશોકભાઈ સોલંકી, બોરીયાવી ગામે ખ્રિસ્તી મહોલ્લો સરદાર સ્કુલની પાછળ રહેતાં વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી, આણંદ રાજોડપુરા વિસ્તારમાં રહેતો દિપક ફતેસિંહ ગોહેલ, આંકલાવડી ગામે એચપી પેટ્રોલ પંપની સામે રહેતો પાર્થ મનોજભાઈ ગોહેલ અને અડાસ ગામે મસ્જિદ પાસે રહેતો રોનક મુકેશભાઈ પારેખે ભેગાં મળીને પુર્વઆયોજીત ગુનાહિત ષડયંત્ર રચીને ફેસબુક એકાઉન્ટમાં લોન અપાવવાની ભ્રામક જાહેરાતો પોતાના મોબાઈલમાંથી ખોટા નામથી પોસ્ટ કરી હતી. અને પોસ્ટના પ્રત્યુતરમાં જે લોકો પોતાનો મોબાઈલ નંબર આપતાં હતાં. તેવા મોબાઈલ નંબર પર મેસેજ અને ફોનથી વાતચીત કરીને લોન મેળવવા માટે રૂપિયા 2250 ભરીને લોગઈન કરવું પડશે તેમ જણાવતાં હતાં. 


એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય


બાદમાં જુદા જુદા બેંક એકાઉન્ટના યુપીઆઈ ક્યુઆર કોડ જે-તે વ્યકિતને મોકલીને નાણાં મેળવી તેમજ જે લોકો લોગઈનના નામે રૂપિયા ભરે તેવા લોકોને લોન મેળવવા માટે સિબીલ સ્કોર ઓછો પડે છે. તેવી ખોટી વાતો કરતાં હતાં. અને સિબીલ સ્કોર ઓછો હોય તો પણ લોન મેળવવા માટે અમુક રૂપિયા ભરવા પડશે તેમ જણાવતા હતા. અને આવા લોન મેળવવા ઈચ્છુક લોકોને બીજા વધારાના રૂપિયા ભરવાનું જણાવીને લોકો પાસેથી રૂપિયા ભરાવીને તે રૂપિયા મેળવી લઈ લોકો સાથે છેતરપીંડી આચરતાં હતાં. આ છ સાયબર ગઠીયાઓએ ગુનાહિત કાવતરામાં પેટલાદ, વડોદરા, દાહોદ, પેટલાદના અરડી તેમજ અમદાવાદ સરખેજના યુવકોને નાણાં ભરાવડાવી રૂ 1,46,050 લાખની ઓનલાઈન છેતરપિંડી કરી હતી. 


આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો! સુરત-અમદાવાદ-રાજકોટમાં દરોડા, આ પાર્લર કરાયું સીલ


આ ઠગ ટોળકી છેતરપીંડીનો ભોગ બનનારને સર્વર ડાઉન છે તેમ જણાવ્યા બાદ તેમનો ફોન બ્લોક કરી દેતા હતા,અને તેમજ એક બીજાનાં ગ્રાહકોને ફોન કરીને બેંક મેનેજર તેમજ લોન ડીપાર્ટમેન્ટમાંથી વાત કરતા હોવાની ઓળખ આપી વાત કરી પૈસા પડાવતા હતા.


Stocks To BUY: 5 એવા શેર જેમાં રૂપિયા રોક્યા તો થઇ જશો માલામાલ, 45% સુધી મળશે રિટર્ન


આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસ મથકના પી.એસ.આઈ વી.કે.રાઠોડે ફરીયાદ નોંધાવતાં પોલીસે વિશાલ મહીજીભાઈ વણકર, હર્ષિત અશોકભાઈ સોલંકી, વિરલ વિનોદભાઈ ખ્રિસ્તી, દિપક ફતેસિંહ ગોહેલ પાર્થ મનોજભાઈ ગોહેલ અને રોનક મુકેશભાઈ પારેખ વિરુદ્ધ પોલીસે ઈપીકો કલમ ૪૧૯,૪૨૦,૧૨૦(બી) તથા આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ગણતરીનાં કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા જેમાં વિરલ ખ્રિસ્તી, વિશાલ વણકર,પાર્થ ગોહેલ અને હર્ષિત સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ 5 ભૂલોના લીધે Electric Scooter માં લાગે છે આગ, કોઇપણ પણ સમયે થઇ શકે છે અકસ્માત


આરોપી બોરીયાવીનો વિરલકુમાર વિનોદભાઈ ખ્રિસ્તી રપહેલા એચ.ડી.બી.ફાઇનાન્સમાં લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો, અગાઉ ખંભાત સીટી તથા કરજણ પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ તેના વિરુધ્ધમાં નોંધાયેલ છે. આરોપી મોગરીનો વિશાલભાઈ મહિજીભાઇ વણકર અગાઉ માસ ફાઇનાન્સમાં નોકરી કરતા હતો અને નોકરી છુટી ગયા બાદ આ વિરલ ખ્રિસ્તી તેનો ભાઇબંધ હોય જેથી તેની સાથે હરતો ફરતો હતો અને બાદ તેના મિત્ર હર્ષિત ના મોબાઇલ ફોનથી જાહેરાતો બનાવતો હતો. અને ફેસબુક ઉપર પો.સ્ટ કરતો હતો. 


Surya Grahan: આ દિવસે લાગશે વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ, જોવા મળશે દુર્લભ નજારો


આરોપી આંકલાવડીનો પાર્થ મનોજભાઇ ગોહેલ અગાઇ બાલ અમુલમાં નોકરી કરતા હતા અને તે નોકરી છુટી ગયા બાદ છુટક મજુરી કરતા હતા. મોગરીનો હર્ષિત અશોકભાઇ સોલંકીઅગાઉ ટેલી એકાઉન્ટનું કામ કરતો હતો.