આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતી જજો! સુરત-અમદાવાદ-રાજકોટમાં SGST નાં દરોડા, આ પાર્લર સીલ
રાજકોટના 24 મોટા ટર્ન ઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર તથા જ્યુસ પાર્લર સહિત ખાણીપીણીના 47 ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 40 કરોડથી વધુ રકમના છુપાયેલા વેચાણો મળી આવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવેલ જાણીતું બિસ્મિલ્લા આઈસ્ક્રીમ ને સીલ કરવામાં આવ્યું છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરત, અમદાવાદ તથા રાજકોટના 24 મોટા ટર્ન ઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર તથા જ્યુસ પાર્લર સહિત ખાણીપીણીના 47 ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 40 કરોડથી વધુ રકમના છુપાયેલા વેચાણો મળી આવ્યા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. રેલવે સ્ટેશન ખાતે આવેલ જાણીતું બિસ્મિલ્લા આઈસ્ક્રીમ ને સીલ કરવામાં આવ્યું છે.
સ્ટેટ જીએસટી વિભાગની ટીમે ઉનાળાના આકરા તાપની સિઝનમાં આઈસ્ક્રીમ-જ્યુસ પાર્લરના મોટા પાયા પર વેચાણ થવા થતાં હિસાબોમાં નહીં દર્શાવીને કરચોરી આચરવામાં આવતી હોવાની આશંકાના આધારે આઈસ્ક્રીમ- જ્યુસપાર્લરના વેપારીઓ પર તપાસ હાથ ધરી હતી. સુરતના ત્રણ સહિત અમદાવાદ, રાજકોટના કુલ 24 જેટલા મોટા પાયા પર ટર્ન ઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર તથા જ્યુસ પાર્લર તથા ખાણીપીણીના 47 સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જેમાં કુલ 40 કરોડથી વધુ રકમના છુપા વેચાણ વ્યવહારો મળી આવ્યા છે. સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરતના સ્ટેશન વિસ્તારમાં આવેલા બિસ્મિલ્લાહ, મહાલક્ષ્મી જ્યુસ ફાસ્ટ ફુડ કોર્નર, ૫૧ રેમ્બો તથા રાજકોટના અતુલ આઈસ્ક્રીમના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી.
જ્યારે અમદાવાદના કુલ ચાર આઈસ્ક્રીમ, આસ્ટોડીયા પટેલ જ્યુસ સેન્ટર, આઈસ્ક્રીમ લાઈબ્રેરી (શંકર આઈસ્ક્રીમ) જયસિંહ આઈસ્ક્રીમ વગેરેના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન આઈસ્ક્રીમ તથા જ્યુસના વેપારીઓને ત્યાંથી 30 કરોડ સહિત કુલ 40 કરોડથી વધુ રકમના છુપાયેલા વેચાણ વ્યવહારો હાથ લાગ્યા છે.સ્ટેટ જીએસટી વિભાગની તપાસમાં ભજીયાના 6.75 કરોડ,પીઝાના 4 કરોડના છુપા વેચાણ વ્યવહારો મળ્યા છે.
તપાસ દરમિયાન અલગ અલગ પેઢીઓ દ્વારા કરચોરી માટે અલગ અલગ રીત રસમ અપનાવી હતી. જેમાં આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચા માલની ખરીદીના વ્યવહારો હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડ વ્યવહારોથી કરવામાં આવ્યા છે. રોકડથી થતાં વેચાણોમાં મોટા ભાગે બિલ આપવાનું ટાળીને કરચોરી આચરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે