આણંદ: આણંદના બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીના બાયસાયન્સ ડિપાર્ટમેન્ટના રીસર્ચ લેબોરેટરીમા ભિસણ આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી. આગની જવાળાઓ સાથે સમગ્ર બિલ્ડીંગમા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વની વાત એ છે કે આ યુનિવર્સિટીની સૌથી મોટી લેબ હોવાથી સૌથી મોઘા ઇનસ્ટ્યુમેન્ટ હોવાથી અંદાજે 5થી ૧૦ કરોડનુ નુકશાન થયું છે. આગમાં બિલ્ડીંગની છત તેમજ તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. શોર્ટ સર્કીટના કારણે ભીસણ આગ લાગી હોય તેમ પ્રાથમિક તપાસમા જોવા મળી રહ્યુ છે. આણંદ અને વિદ્યાનગરના ફાયરના જ્વાનોએ ભારે જહેમતથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube