બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં કરમસદમાં કૃષ્ણ ફાયનાન્સના નામે ચાલતી વર્ષો જુની ફાયનાન્સ પેઢીમાં ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને કરોડો રૂપિયાની થાપણો ઉઘરાવીને રાતોરાત પેઢીના તાળા મારીને વિ્દેશ ફરાર થઈ ગયેલા પરિવારની મહિલા વલ્લભ વિદ્યાનગરની વીવીસી બેંકમાં પાકતી એફડી વટાવવા માટે આવતાં ગ્રામજનોએ પકડીને વિદ્યાનગર પોલીસના હવાલે કરતા પોલીસે હાલમાં 1.45 કરોડ ઉપરાંતની છેતરપીંડીનો ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ શહેરમાં રોગચાળો વકર્યો, છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના મોત


કરમસદ ખાતે રહેતા રમેશચન્દ્ર પંડિતએ કેટલાક વર્ષ પૂર્વે કૃષ્ણ ફાયનાન્સના નામે પેઢી શરૂ કરી ગ્રામજનોનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ ગ્રામજનોને ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપીને થાપણો ઉધરાવી હતી,જેમાં. ગ્રામજનોએ વિશ્વાસ મુકીને પોતાની જીવનભરની કમાણી થાપણો તરીકે જમા કરાવી હતી. 


પાટણમાં મોટી દુર્ઘટના! એક જ પરિવારના 5 સભ્યોને લાગ્યો વીજ કરંટ, 1નું દર્દનાક મોત


ત્યારબાદ વર્ષ ૨૦૨૦માં કોરોનામાં રમેશચન્દ્રનું અવસાન થતાં તેમની પત્ની કોકિલાબેન, પુત્ર મનિષકુમાર ઉર્ફે મુકુન્દ, પુત્રી દેવાંગી નીશાંતકુમાર ભટ્ટ અને વિનીતા ધવલકુમાર પંડિતએ પેઢીનો કારોબાર પોતાના હાથમાં લીધો હતો અને લોકોને તેઓની થાપણો વ્યાજ સાથે પરત આપવાનો વિશ્વાસ અને ખાત્રી આપી હતી પરંતુ ત્યારબાદ ફાઈનાન્સ પેઢીને તાળા મારી એક પછી એક સમગ્ર પરિવાર વિદેશ ફરાર થઈ ગયો હતો જેને લઈને થાપણદારોને રાતા પાણીએ ન્હાવાનો વારો આવ્યો હતો. 


આગામી 5 દિવસ આ વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ; જાણો તમારા વિસ્તારમાં છે ખતરો


દરમ્યાન બે દિવસ પૂર્વે કોકિલાબેન વલ્લભવિદ્યાનગરની વીવીસી બેંકમાં પોતાની પાકતી થાપણ વટાવવા માટે આવ્યા હતા. જેની જાણ કરમસદના ગ્રામજનોને થતાં જ તેઓએ કોકિલાબેનને પકડી લીધા હતા અને ભારે હોબાળો મચાવી મુકી વલ્લભવિદ્યાનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ આવી પહોંચી હતી અને કોકિલાબેનને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં થાપણદારોનાં ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને તેઓએ કોકીલાબેન વિરૂદ્ધ ગુનો નોંધવા અને તેઓ ફરી વિદેશ ભાગી જાય નહી તે માટે પાસ્પોર્ટ જપ્ત કરવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.


તો શું સંન્યાસ લેશે Bhuvneshwar Kumar ? ઇંસ્ટાગ્રામ પર ફેરફારે વધારી ચર્ચા


આ ધટના બાદ પોલીસે થાપણદારો પાસેથી થાપણો મુકયાનાં પુરાવાઓ એકત્ર કર્યા બાદ પોલીસે પ્રણવકુમાર પટેલની ફરીયાદનાં આધારે કોકીલાબેન રમેશચંદ્ર પંડીત,તેમજ તેમનાં પરિવારનાં મનિષકુમાર ઉર્ફે મુકુંદ રમેશચંદ્ર પંડીત, દેવાંગી નિશાંતકુમાર ભટ્ટ, વિનિતા ધવલકુમાર પંડીત સહીત ચાર આરોપીઓ વિરૂદ્ધ વિશ્વાસધાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આરોપી મહિલા કોકીલાબેનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


12 માંથી આ 5 રાશિ છે માતા લક્ષ્મીની પ્રિય, આ રાશિના લોકો પર રહે છે માતાના ચાર હાથ


વલ્લભવિદ્યાનગર પોલીસે હાલમાં 25 થાપણદારોની ફરીયાદનાં આધારે 1,45,08,870 રૂપિયાની છેતરપીંડીનો નોંધ્યો હતો અને તેમાં આજે છેતરપીંડીનો આંક વધીને બે કરોડને પાર કરી ગયો છે. તેમજ જેમ જેમ છેતરપીંડીનો ભોગ બનનાર થાપણદારો બહાર આવતા જશે તેમજ આ છેતરપીંડીનો આંકડો કરોડોમાં પહોંચશે તેમ લાગી રહ્યું છે.