ઝી મીડિયા બ્યૂરો: આણંદ-ખંભાતના (Anand-Khambhat) રેલવે યાત્રીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના કાળમાં રેલવે તંત્ર (Railway Administration) દ્વારા બંધ કરવામાં આવેલી મેમુ ટ્રેન (Memu Train) ફરી શરૂ કરવામાં આવી રહી છે. રેલવે સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની (Corona Pandemic) બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જેને લઇને પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા બંધ કરાયેલી આણંદ-ખંભાત પેસેન્જર ટ્રેન (Anand-Khambhat Passenger Train) ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર 16 ઓગસ્ટથી આણંદ-ખંભાત મેમુ ટ્રેન (Anand-Khambhat Memu Train) ફરી શરૂ કરવામાં આવશે. જેને લઇને રેલવે તંત્ર (Railway Administration) દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોરોના કાળમાં (Corona Pandemic) સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા આ પેસેન્જર ટ્રેનને (Passenger Train) બંધ કરવામાં આવી હતી. જે લાંબા અંતરાલ બાદ ફરી શરૂ કરવામાં આવતા આણંદ (Anand), પેટલાદ (Petlad) અને ખંભાતના (Khambhat) રેલવે યાત્રીઓને તેનો સીધો ફાયદો થશે.


આ પણ વાંચો:- આ છે ગુજરાતની જાંબાજ GRD મહિલા જવાન : નર્મદા નદીમાં ડૂબતા વૃદ્ધને જીવના જોખમે બચાવ્યા


કોરોના કાળમાં કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા તમામ છૂટછાટ આપવામાં આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં રોજગાર-ધંધા તેમજ વાહન વ્યવહાર ફરી શરૂ થયો છે. ત્યારે ઘણા સમયથી આણંદ-ખંભાત મેમુ ટ્રેન બંધ રહેવાથી યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને લઇને ટ્રેનને ફરી શરૂ કરવા માંગ કરવામાં આવી હતી. જેને લઇને રેલવે તંત્ર દ્વારા આગામી 16 મી ઓગસ્ટથી આણંદ-ખંભાત મેમુ ટ્રેનને દરરોજ બે રૂટ પર દોડાવવાનો નિર્ણય કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube